Home Uncategorized GMERS મેડિકલ કોલેજમાં ફી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો; ગુજરાત સરકારની કેબીનેટ...

GMERS મેડિકલ કોલેજમાં ફી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો; ગુજરાત સરકારની કેબીનેટ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

13
0

(જી.એન.એસ) તા. 16

ગાંધીનગર,

મંગળવારે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગમાં વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. GMERS અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ રાહતના સમાચાર આવ્યા છે. GMERS મેડિકલ કોલેજમાં ફી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે. નોંધનીય છે કે, ગવર્નમેન્ટ ક્વોટામાં 1.75 લાખનો જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ગવર્નમેન્ટ ક્વોટામાં રૂપિયા 5.50 લાખ જેટલી ફી લેવામાં આવતી હતી, તેની જગ્યાએ હવે માત્ર 3.75 લાખ ફી રાખવામાં આવી છે. આ સાથે મેનેજમેન્ટ ક્વોટાની વાત કરવામાં આવે તો પહેલા 17 લાખ જેટલી ફી લેવામાં આવતી હતી, જ્યારે હવે નવા નિર્ણય બાદ 12 લાખ ફી નિર્ધારિત કરવામાં આવી છે.

થોડા સમય અગાઉ, ફીમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, GMERS દ્વારા MBBSની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેથી NSUI એ ડીન પર નકલી નોટાનો વરસાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, NSUI ના વિરોધ બાદ ABVPના કાર્યકર્તાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો ફીમાં વધારો કરવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, શિક્ષણ એ સેવા છે પરંતુ અત્યારે પૈસાના લાલચુ લોકોએ શિક્ષણને વેપાર બનાવી દીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારી હોસ્પિટલોને મળતી PMJAYની આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટીવમાં કરાયો ૧૦ ગણો વધારો
Next articleવીજ પુરવઠો ખોરવાઈ જવાના લીધે; ભાવનગરમાં ખાનગી શાળામાં 8 થી 10 વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ