Home મધ્ય ગુજરાત અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં ડોમ ઉતારતી વખતે 9 ઇજાગ્રસ્ત, 2 ગંભીર થયાં

GMDC ગ્રાઉન્ડમાં ડોમ ઉતારતી વખતે 9 ઇજાગ્રસ્ત, 2 ગંભીર થયાં

12
0

(જી.એન.એસ)તા.19

 અમદાવાદમાં,

અમદાવાદમાં આવેલ GMDC ગ્રાઉન્ડ ખાતેથી એક અકસ્માતના સમાચાર આવ્યા હતા. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને હવે ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.  મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી. ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના બપોરે 3 વાગ્યે આ ઘટના બની હતી.  જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના લોકો ઈજાગ્રસ્ત હોવાને કારણે કોઈને કાંઈ સમજાઈ રહ્યું નહોતું. પછી નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સદભાગ્યે અમારી સાથે કોઈ મહિલા શ્રમિક નહોતી. હાલમાં બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. 

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવન નેશન વન ઈલેક્શન પર સીએમ એમકે સ્ટાલિન
Next articlePM મોદીએ ગુરુવારે જમ્મુના કટરામાં એક રેલીને સંબોધિત કરી