(જી.એન.એસ, રવિન્દ્ર ભદૌરિયા) તા.1
ગાંધીનગર મહાનગરપાલિકામાં ટૂંક સમય પહેલા જ નવા મેયરની નિમણુંક કરવામાં આવી છે. ગાંધીનગરના મેયર રીટા પટેલે ગાંધીનગર મહાપાલિકાનું કાર્યભાળ સંભાળી લીધો છે. અને તેઓ ગાંધીનગરના નવા મેયર તરીકે લોકોની સેવા પણ કરી રહ્યા છે. પરંતુ હવે લોકોના મુખે એક વાત ચર્ચાનો વિષય બન્યો છે કે લોકો સમઝી નથી શકતા કે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર કોણ.? તે એક ચર્ચા નો વિષય છે.ગાંધીનગરના સ્થાનિકો તેમજ અન્ય લોકો પોતાની ફરિયાદ કરવા જાય છે ત્યારે મેયરની જગ્યાએ રીટા પટેલના પતિદેવ આવનાર મુલાકાતીઓને જ હેન્ડલ કરે છે.અને મીડિયા પણ જાય ત્યારે રીટા પટેલના પતિ કેતન પટેલ તમામ બાબતોના જવાબ આપે છે.અને મેયરને ગાઈડ કરે છે કે મીડિયાને આમ કહો આમ બોલો અને ઘણા સમયે તો મીડિયા સમક્ષ વાત પણ નથી કરવા દેતા તેમના પતિ.લોકોના મુખે હવે એક ચર્ચા ચાલી રહી છે કે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટા પટેલ કે તેમના પતિ કેતન પટેલ!? જ્યારથી રીટા પટેલે મેયર તરીકે કમાન સંભાળી છે ત્યારથી જ તેમના પતિ કેતન પટેલે પણ તેમની બાજુમાં પોતાની ખુરશી નાખીને ધામો નાખી દીધો છે.અને તેમને એક અલગ પ્રકારની કમાન સંભાળી હોય તેવું લાગે છે. મેયર સમક્ષ કોઈ સ્થાનિક ફરિયાદ લઈને આવે તો તેને હેન્ડલ પણ કેતન પટેલ જ કરતા હોય છે. મીડિયાના મિત્રોને પણ કેતન પટેલ જ જવાબ આપે છે. આ કામગીરીથી લાગે છે કે મહાનગરપાલિકાની કામગીરીમાં કેતન પટેલ અડચણ રૂપ હોય તેવું લાગે છે.આતો કેવો નિયમ છે કે મેયર રીટાબેન છે તો તેમના પતિદેવની ખુરશી બાજુમાં કેમ રાખી છે.શુ કેતન પટેલને મેયરની ચેમ્બરમાં બેસવાથી શુ વિરોધ પક્ષને કોઈ લાભ છે..? કેમ વિરોધપક્ષ આ બાબતે ચૂપ છે.?
સૂત્રો પાસેથી એવી પણ માહિતી આવી રહી છે કે જો કોઈ સ્થાનિક રજુઆત કરવા જાય અને કોઈ રજુઆત ધારદાર કરે તો રીટાબેન ના પતિ કેતન પટેલ તેમના ઉપર ગુસ્સે પણ થઈ જાય છે અને ખોટો રુઆબ બતાવી સામે વાળાને ધમકાવી નાખવામાં આવે છે.ઇતિહાસમાં કદાચ સો પ્રથમ એવું બન્યું હશે કે મહાનગરપાલિકામાં બે મેયર છે.
અને મહાનગરપાલિકાનો વહીવટ બે મેયર સંભાળે છે.આતો કેવી રમત સવાલ એ છે કે શા માટે કેતન પટેલ મેયરની કેબિનમાં બેઠા હોય છે.? શુ ત્યાંથી કોઈ બીજી રમત રમાતી હશે.?હવે તંત્ર ક્યારે આ વાતને ગંભીરતાથી લેશ.? રીટા પટેલના પતિને તેમની બાજુમાંથી ક્યારે હટાવાશે.? શુ વિરોધ પક્ષ કોઈ રજુઆત કરશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ રહશે..?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.