(જી.એન.એસ),તા.૨૩
શ્રીલંકા
શ્રીલંકાની સરકારે ભારત પાસેથી લોનની મદદ માગી હતી, જેના પછી ગયા અઠવાડિયે ભારતે આર્થિક સંકટને દૂર કરવા માટે એક અબજ ડોલરની લોન આપી હતી. આ લોન ભારત દ્વારા શ્રીલંકાને ખાદ્યપદાર્થો, દવાઓ અને અન્ય આવશ્યક ચીજોની ખરીદી માટે આપવામાં આવી છે. આ માટે બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ ડીલ વિશે માહિતી આપી.ઉલ્લેખનીય છે કે,આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે એક અબજ ડોલરની લોન સુવિધા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શ્રીલંકામાં ઈંધણની અછતને કારણે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મંગળવારે પેટ્રોલ પંપ પર તૈનાત સેનાને ઈંધણના વિતરણના સંચાલન અને દેખરેખ માટે તૈનાત કરવી પડી હતી. વિદેશી હૂંડિયામણના અભાવે દેશમાં ભારે આર્થિક અને ઊર્જા સંકટ સર્જ્યું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અચાનક વધારો અને ઈંધણની અછતના કારણે હજારો લોકોને કલાકો સુધી પેટ્રોલ પંપ પર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. લોકોને દરરોજ કલાકો સુધી વીજકાપનો પણ સામનો કરવો પડી રહ્યો છે. મંગળવારે સવારે નિઃશસ્ત્ર સૈનિકો સરકારી માલિકીની સેલોન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા સંચાલિત પંપ પર લોકોને નિયંત્રિત કરતા જોવા મળ્યા હતા. ઉર્જા મંત્રી ગામિની લોકુગેએ જણાવ્યુ હતુ કે, કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે અમે પેટ્રોલ પંપ પર લશ્કરી જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે લોકો વેપાર કરવા માટે કેનમાં ઈંધણ લઈ રહ્યા છે. સૈનિકો ખાતરી કરશે કે લોકોમાં ઈંધણનું યોગ્ય વિતરણ થાય છે. તમને જણાવી દઈએ કે, ઈંધણ માટે કતારમાં ઉભેલા લોકોમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. વિદેશી હૂંડિયામણની કટોકટીના કારણે ઇંધણ, રાંધણ ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત અટકી જતા હાલ નાગરિકોની મુશ્કેલી વધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.