પ્રગતિ મેદાન ખાતે ઈન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) સંકુલ સમિટ માટે તૈયાર છે. આ અત્યાધુનિક ઈમારતની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રગતિ મેદાન G20 નેતાઓની બેઠક યોજવા માટે તૈયાર છે. G20ની બેઠક 123 એકરમાં ફેલાયેલા ITPO સંકુલમાં યોજાવાની છે. આ સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ કરશે. આ અત્યાધુનિક હોલ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે કંપનીઓને તેમના મુલાકાતીઓ સાથે જોડાવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સાથે આ હોલમાં ઘણી અસાધારણ વિશેષતાઓ છે. જેમાં 3,000 વ્યક્તિઓની બેઠક ક્ષમતાવાળું એમ્ફીથિયેટર છે. જે 3 PVR થિયેટર બરાબર છે. આ સંકુલ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેમાં 7,000 વ્યક્તિઓની બેઠક ક્ષમતા છે અને આવનારા મહેમાનો માટે 5500 જેટલા વાહનો સરળતાથી પાર્ક કરી શકાય છે. આ IECC સંકુલ જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધામાં છે. તેની ગુણવત્તાના કારણે તેને વિશ્વના 10 સૌથી મોટા પ્રદર્શન અને સંમેલન સંકુલની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (ITPO)ની માલિકીની સાઇટના પુનર્વિકાસની જવાબદારી બાંધકામ કંપની NBCC (ઇન્ડિયા) લિમિટેડને આપવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.