હેસ્ટર બાયોસાયન્સિસના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગાંધી FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન તરીકે નિમાયા છે. આ અંગે રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફિક્કીમાં સેવા આપવી તથા તેને મજબૂત બનાવવી એક ગૌરવની વાત ઉપરાંત જવાબદારી પણ છે. અત્યારે સમગ્ર વિશ્વ કૂતુહલ નજરે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક પાવરહાઉસ હોવાના નાતે ગુજરાત, ભારતના વિકાસને વધુ આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે. સંપત્તિ સર્જકો, ખાસ કરીને યુવા ઉદ્યોગસાહસિકોને મદદ પૂરી પાડવાનો મારો પ્રયાસ રહેશે.
ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વિદાય લઈ રહેલા ચેરપર્સન કુ. ગીતા ગોરડિયાએ નિર્ધારિત કરેલા માર્ગે આગળ વધવાનો તથા ફિક્કીના પ્રેસિડેન્ટ શુભ્રકાંત પાંડાના નેતૃત્વ હેઠળ ફિક્કીના ઉદ્દેશ્યો માટે કામ કરવાનો પણ મારો પ્રયાસ રહેશે. 11 જુલાઈ, 1962ના રોજ જન્મેલા રાજીવ ગાંધી પહેલી પેઢીના ઉદ્યોગ સાહસિક છે. બોમ્બે યુનિવર્સિટીથી બી.કોમ. ગ્રેજ્યુએટ થયેલા રાજીવ ગાંધીએ એનિમલ હેલ્થ પ્રોડક્ટ્સના વિતરણ માટે મુંબઈમાં 1985માં પ્રોપરાઈટરી ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી, જેમાં તેમને એનિમલ હેલ્થ બિઝનેસમાં કોઈ અનુભવ કે જાણકારી નહોતી.
ત્યારબાદ તેમણે પ્રોપરાઈટરી બિઝનેસને અમદાવાદમાં હેસ્ટર બાયોસાયન્સિસના નામ હેઠળ એશિયાની એક જ સ્થળે આવેલી સૌથી મોટી એનિમલ વેક્સિન અને હેલ્થ પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપની બનાવી. હાલ હેસ્ટર 500 કર્મચારીઓ સાથેની એક મજબૂત કંપની છે. જેણે નાણાંકીય વર્ષ 2021-22માં રૂ. 219.35 કરોડનું ટર્નઓવર તથા રૂ. 39.52 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. હેસ્ટરે બાદમાં અનુક્રમે નેપાળ તથા ટાન્ઝાનિયામાં પ્લાન્ટ્સ સ્થાપીને તેની એનિમલ વેક્સિન ઉત્પાદન કામગીરીને વિસ્તારી હતી.
વર્ષ 2016માં રાજીવને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા આઉટસ્ટેન્ડિંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ)ની ગવર્નિંગ કાઉન્સિલ, ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર, સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સુરત, ભારત સરકાર દ્વારા પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે રચાયેલી નેશનલ એડવાઈઝરી કમિટિના પણ સભ્ય છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.