Home વ્યાપાર જગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના બાદ ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના બાદ ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

26
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૨૩૫.૩૦ સામે ૬૧૦૪૦.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૭૫૭.૦૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૭.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨.૨૭ પોઈન્ટના નજીવા ઘટાડા સાથે ૬૧૨૨૩.૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૮૭.૨૫ સામે ૧૮૨૨૦.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૪૬.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪.૬૦ પોઈન્ટના નજીવા ઘટાડા સાથે ૧૮૨૮૨.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૧ના અંતના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસના રિઝલ્ટ સાથે એકંદર સારી શરૂઆત થવા છતાં કોરોનો – ઓમિક્રોનના વધતાં સંક્રમણે એક તરફ બિઝનેસ એક્વિટીવિટી ધીમી પડયાની ચિંતા સામે આ સંક્રમણ ચાલુ સપ્તાહમાં જ મુંબઈ સહિતના મહાનગરોમાં પિક-ટોચ પર પહોંચીને ઘટવા લાગશે એવા અંદાજો – અહેવાલોની પોઝિટીવ અસર છતાં આજે સપ્તાહના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં આજે સાવચેતી જોવા મળી હતી. ફંડોએ આજે કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં સિલેક્ટિવ તેજી કર્યા સાથે ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં અને ટેલિકોમ, એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કોરોના – ઓમિક્રોન સંક્રમણમાં ચિંતાજનક વધારાને લઈ પરિસ્થિતિ સ્ફોટક બની રહી હોવા છતાં પોઝિટીવ કેસોમાં વધારો થવાની ઝડપ ધીમી પડતાં અને રિકવરી રેટમાં થઈ રહેલા વધારાને લઈ રાહતે અને કોર્પોરેટ ઈન્ડિયાની ત્રીજા ત્રિમાસિકના પ્રોત્સાહક પરિણામ જાહેર થતાં ફંડોએ સ્થાનિક ફંડોએ વિવિધ પરિબળોના પગલે શેરબજારમાં વધેલ વોલેટાલિટીની બીજી બાજુ વિતેલા ડિસેમ્બર માસમાં રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જારી રાખતાં નવો રોકાણ પ્રવાહ બમણો થઈને રૂા.૨૫,૦૦૦ કરોડની સપાટી કૂદાવી ગયો છે. તો સિપ ક્ષેત્રે થતું રોકાણ પણ રૂા. ૧૧૩૦૫ની ઑલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હતું. સ્થાનિક ફંડોની સતત લેવાલી અને વિદેશી ફંડોની પણ ફરી લેવાલીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, એફએમસીજી, હેલ્થકેર, ઓટો, બેન્કેક્સ, મેટલ, ફાઈનાન્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૫ અને વધનારની સંખ્યા ૨૦૬૨ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસ અને તેને કારણે પ્રવૃત્તિઓમાં સ્વૈચ્છીક ઘટાડા તથા  રાજ્યો  દ્વારા પ્રતિબંધોએ અર્થતંત્ર પર અસર બતાવવાનું શરૂ કર્યું છે જે મોબિલિટી તથા એરલાઈન ટ્રાફિકમાં ઘટાડા પરથી પૂરવાર થઈ રહ્યું છે, એમ નોમુરાના એક રિપોર્ટમાં જણાવાયું હતું. ૯ જાન્યુઆરીના સમાપ્ત થયેલા સપ્તાહમાં પોતાનો બિઝનેસ રિઝમ્પશન ઈન્ડેકસ જોરદાર ઘટી ૧૦૯.૯૦ રહ્યો હતો જે તે પહેલાના સપ્તાહમાં ૧૧૯.૮૦ રહ્યો હતો, એમ નોમુરાની એક નોંધમાં જણાવાયું હતું. ૯ જાન્યુઆરીના સપ્તાહમાં વર્કપ્લેસ મોબિલિટીમાં ૦.૭૦% અને લેબર પાર્ટિસિપેન્ટ રેટમાં ૦.૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. બેરોજગારીનો દર ૦.૭૦% વધી ૭.૩૦% રહ્યો હતો, એમ નોમુરાએ જણાવ્યું હતું. જોકે વીજ માગ જે ૨ જાન્યુઆરીના સપ્તાહમાં ૩.૧૦% ઘટી હતી તેમાં ૯ જાન્યુઆરીના સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે ૦.૨૦% સાધારણ વધારો થયો હતો.

કોરોનાની ત્રીજી લહેરની આર્થિક અસર અગાઉની બે લહેરોની સરખામણીએ ઓછી હશે તેમ છતાં સેવા ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત રહેશે, એમ નોમુરા દ્વારા નોંધવામાં આવ્યું છે. વૈશ્વિક મોરચે અમેરિકા, યુરોપના દેશોમાં હાલ તુરત બોન્ડ ટેપરીંગ, સ્ટીમ્યુલસ પર કાપ નહીં લાગુ કરીને સ્ટીમ્યુલસ પેકેજ હાલ તુરત જાળવી રાખશે. આ પરિબળો વચ્ચે આગામી દિવસોમાં બજારમાં અફડાતફડી વચ્ચે તેજીનું સેન્ટીમેન્ટ કાયમ રહેવાની શકયતા છે. ઉપરાંત કોર્પોરેટ પરિણામોની સીઝનમાં સારા પરિણામોની રહેવાની અપેક્ષાએ રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહેવાની શકયતા છે.

Print Friendly, PDF & Email