Home ગુજરાત ગુજરાતના ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર

ગુજરાતના ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર

120
0

(જી.એન.એસ.) , તા.૨૨
ગાંધીનગર
ગુજરાત રાજ્યની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને ૨૧ ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આમ આ સાથે જ રાજ્યના કુલ ૧૮૦૦૦ ગામડાંઓમાંથી ૧૦,૮૭૯ ગામોમાં એટલે કે ૬૦ ટકા જેટલા ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે, ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામ પંચાયત ની ચૂંટણી લિટમસ ટેસ્ટ પૂરવાર થઈ શકે છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. જેને પગલે પંચાયતોની ચૂંટણીને લઈ કોંગ્રેસ તો અટવાયેલી છે. કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સુચના આપવામાં આવી રહી છે, તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત ની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે.ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે. જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે. આમ છતાં કેટલાક નેતાઓ પોતાની મેળે કાર્યક્રમો કરી રહ્યા છે, અને સંગઠનમાં પણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.૧૦,૩૧૫ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.ભાજપ સંગઠને પણ ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓને દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ચૂંટણી માટે ૨૯ નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ૪ ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. આ ચૂંટણીમાં કુલ ૨ કરોડ ૬ લાખ ૫૩ હજાર મતદારો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field