Home દેશ - NATIONAL EDએ મંત્રી સાથે સંકળાયેલા પરિસર પર દરોડા પાડ્યા

EDએ મંત્રી સાથે સંકળાયેલા પરિસર પર દરોડા પાડ્યા

51
0

(GNS),14

તમિલનાડુના ઉર્જા મંત્રી વી સેંથિલ બાલાજી મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહ્યા છે. બુધવારે સવારે ED અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધા હતા. અધિકારીઓ તેને પોતાની સાથે લઈ જવા લાગ્યા કે તરત જ તે જોર જોરથી માથું પકડીને રડવા લાગ્યા હતા. એક દિવસ પહેલા જ EDએ મંત્રી સાથે સંકળાયેલા પરિસર પર દરોડા પાડ્યા હતા. આ પછી ED તેને મેડિકલ તપાસ માટે ચેન્નાઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ત્યાં તે કારની સીટ પર આડા પડીને રડવા લાગ્યા હતા.

ED વી સેંથિલ બાલાજીને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ ગયા હતા, તે જોર જોરથી રડવા લાગ્યા હતા. આ પછી તેની તબિયત લથડી હતી. EDના અધિકારીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. તેમના સમર્થકોએ હોસ્પિટલની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ED વિરુદ્ધ સૂત્રોચ્ચાર થવા લાગ્યા. જ્યારે તેમના સમર્થકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ઉર્જા મંત્રી કારમાં આડા પડ્યા હતા અને વિલાપ કરતા જોવા મળ્યા હતા. ડીએમકેના સાંસદ અને વકીલ એનઆર એલાંગોએ જણાવ્યું કે સેંથિલ બાલાજીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

ડીએમકે નેતાએ કહ્યું કે EDએ બાલાજીની ધરપકડની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેણે જણાવ્યું કે જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો તો તેણે જોયું કે સેંથિલ બાલાજીને ICUમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તબીબો સારવાર કરી રહ્યા છે. તેની સ્થિતિ શું છે તે માત્ર ડૉક્ટર જ કહી શકે છે. ડીએમકે સાંસદે કહ્યું કે એવું લાગે છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. ડૉક્ટરે યોગ્ય રીતે રિપોર્ટ તૈયાર કરવો જોઈએ. તમામ ઈજાના નિશાન પણ નોંધવા જરૂરી છે. રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે જાણી શકાશે.

પ્રક્રિયા મુજબ, ધરપકડ પહેલા EDને જાણ કરવી જોઈએ. ED પર આરોપ લગાવતા સાંસદે કહ્યું કે મંત્રીને ગઈકાલે સવારે સાત વાગ્યે નજરકેદ કરવામાં આવ્યા હતા. 14મી જૂને સવારથી બપોરના 2.30 વાગ્યા સુધી કોઈ મિત્ર, સંબંધી, વકીલને મળવા દેવાયા ન હતા. અચાનક બે વાગ્યે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સાંસદે કહ્યું કે એવું લાગતું હતું કે જ્યારે તેને દાખલ કરવામાં આવ્યો ત્યારે તે હોશમાં નહોતો.

ડીએમકે મંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે તેઓ (વી સેંથિલ બાલાજી) હાલમાં સારવાર હેઠળ છે. આ બધું થઈ રહ્યું છે તેની સામે અમે કાયદાનો સહારો લઈશું. અમે ભાજપના નેતૃત્વવાળી સરકારથી ડરવાના નથી. આ લોકો ધમકીભરી રાજનીતિ કરી રહ્યા છે.ડીએમકેના નેતાઓએ આરોપ લગાવ્યો કે જ્યારે ઈડીના અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લીધા ત્યારે તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. હોસ્પિટલમાં લઈ જતી વખતે તે હોશમાં ન હતો. આ બધા વચ્ચે હોસ્પિટલ બહાર રાજ્ય સરકારના મોટા નેતાઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિપરજોય જેટલું ખતરનાક વાવાઝોડું 1998માં આવેલું જેમાં 10 હજારથી વધુના જીવ ગયા હતા
Next articleપાકિસ્તાનમાં સેના વિરુદ્ધ બોલનારાઓ પત્રકારોને જેલમાં ધકેલી દેવાયા