(જી.એન.એસ),તા.૧૦
ભારતીય સંરક્ષણ સંશોધન સંસ્થા (DRDO)એ નવી અસોલ્ટ રાઈફલ તૈયાર કરી છે, જે દુશ્મનોના હોંશ ઉડાવી દેશે. તેને ઉગ્રમ નામ આપવામાં આવ્યુ છે. રસપ્રદ વાત એ છે કે ડીઆરડીઓએ તેને માત્ર 100 દિવસમાં તૈયાર કરીને બતાવી છે. મંગળવારે તેને લોન્ચ કરવામાં આવશે. 4 કિલો વજનની આ રાઈફલની રેન્જ 500 મીટર છે. આ અસોલ્ટ રાઈફલને તૈયાર કરવા માટે DRDOએ હૈદરાબાદના આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબલિશમેન્ટે હૈદરાબાદની ખાનગી કંપની DAIPની સાથે ભાગીદારી કરી હતી. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર થયેલી આ રાઈફલ સિંગલ અને ફૂલ ઓટો મોડમાં ફાયરિંગ કરે છે. 7.62×51 મિલિમીટર કેલિબરવાળી આ રાઈફલમાં 20 રાઉન્ડની મેગઝીન લાગેલી છે. એઆરડીઈના ડાયરેક્ટર અંકથિ રાજૂએ કહ્યું કે 100 દિવસમાં ઉગ્રમ રાઈફલને તૈયાર કરવી મોટી સિદ્ધિ છે. ઝડપી જ તેને અમે સેનાના હાથમાં પહોંચાડવા ઈચ્છીએ છે. તેનાથી સાબિત થાય છે કે ભારત હથિયારોના મામલે કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે. ખાસ વાત એ છે કે નવી રાઈફલમાં 5.62 એમએમ કેલિબરવાળી ગોળીઓનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે ઈન્સાસ રાઈફલમાં માત્ર 5.62 એમએમ કેલિબરવાળી ગોળીનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે ઉગ્રમ ઈન્સાસ રાઈફલથી વધારે તાકાતવર છે. જે ઝડપી જ સેનાના જવાનોના હાથમાં હશે..
ભારતીય સેના અને અર્ધલશ્કરી દળ અત્યાર સુધી ઈન્સાસ રાઈફલનો ઉપયોગ કરતા આવ્યા છે. નવી ઉગ્રમ રાઈફલને પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. ટેસ્ટિંગ બાદ જવાનોને નવા તાકાતવર હથિયાર મળશે. તેને સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ રાઈફલ હાલ ઘણા પ્રકારના ટેસ્ટમાંથી પસાર થશે અને નક્કી કરવામાં આવશે કે તે ભીષણ ગરમી અને શિયાળાને સહન કરવામાં કેટલી સક્ષમ છે. તેના કામ કરવાની રીત પર વાતાવરણમાં શુ અસર થશે, ટેસ્ટિંગમાં આ સવાલનો જવાબ મળશે. કોઈ પણ હથિયારની ટેસ્ટિંગમાં ઘણી વાતો પર ધ્યાન રાખવામાં આવે છે. તેમાં તેનો નિશાનો લગાવવાની ક્ષમતા, અલગ અલગ પરિસ્થિતિમાં તેના કામ કરવાની પાવરની અસર જેવી વાતોને જાણવામાં આવે છે. ખાસ વાત છે કે ઉગ્રમ પહેલાની ઘણી રાઈફલ્સ કરતા એડવાન્સ્ડ છે. આ જ કારણ છે કે તેને પાવરફૂલ માનવામાં આવે છે. જો કે હાલમાં તેનું ટેસ્ટિંગ થવાનું બાકી છે. ARDEના નિર્દેશકનું કહેવુ છે કે અમે તેને તૈયાર કરવામાં ઓછી પ્રોડક્શન પાર્ટનર પોલિસીનું પાલન કર્યુ છે. આ રીતે તેને ડિઝાઈન કરવાની સાથે અમે તેના પ્રોડક્શન પર પણ ફોક્સ કર્યુ છે. એક વખત ઉત્પાદન વિક્રેતા તરફથી પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ કરાવ્યા બાદ આ રાઈફલને ટ્રાયલમાંથી પસાર કરવામાં આવશે. હાલ હૈદરાબાદની દ્વિપા આર્મરને અમે ઓર્ડર આપી દીધો છે. અહીંથી મળ્યા બાદ ઝડપી જ રાઈફલનું ટ્રાયલ શરૂ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.