Home ગુજરાત ઢબુડી મા ઉર્ફે ધનજી ઓેડ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ

ઢબુડી મા ઉર્ફે ધનજી ઓેડ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ

120
0

લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાતા : કાર્યવાહીના ડરને લીધે પરિવાર સાથે અંડરગ્રાઉન્ડ થયો

(જી.એન.એસ),તા.૦૩


ગાંધીનગર


ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં ફસાયો છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત ૪ લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાંધેજાની જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. ત્યારે આ જમીન પર ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ દ્વારા માતાજીનું મંદિર બનાવી દઈ જમીન પચાવી લેવાઈ હતી. જે અંગે ફરિયાદ દાખલ થતાં જ ધનજી ઓડ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. સરગાસણ શ્રીરંગ પાર્ક સોસાયટી ખાતે રહેતા મિલનકુમાર વિષ્ણુભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે, તેમણે રાંધેજા ગામની રીસર્વે નંબર ૧૯૩૪ અને ૧૯૩૬ વાળી જમીન મહેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ પાસેથી ખરીદવાનું નક્કી કર્યું હતું. જે માટે નોટીસ પણ ઈસ્યુ કરવામાં આવી હતી. ૧૯૩૪ સર્વે વાળી જમીનનો ૨૮.૨૫ લાખ રૂપિયા નક્કી કરીને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. ૧૯૩૬ સર્વે વાળી જમીનનો ૧૩ લાખમાં સોદો નક્કી કરી દસ્તાવેજ કરીને નોંધ પડાવતાં સુરેશભાઈ રતિલાલ પટેલ દ્વારા બાના ચીઠ્ઠી રજૂ કરી તકરાર દાખલ કરાવવામાં આવી હતી. જાેકે, આ નોંધને પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સુરેશભાઈ પટેલની માલિકીની સર્વે નં.૧૯૩૫ની જમીન તેમજ તેમના પણ બન્ને સર્વે નંબર ઉપર કંપાઉન્ડ વોલ કરીને ઢબુડી મા ઉર્ફે ધનજી નારણભાઈ ઓડ અને તેના પુત્ર વીપુલભાઈ ધનજીભાઈ ઓડ, પત્ની પવનબેન ધનજીભાઈ ઓડએ ફુલબાઈ માતાજીનું મંદિર બનાવીને જમીન પચાવી પાડી હતી. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરતાં સુનાવણીના અંતે ગુનો દાખલ કરવા હુકમ કરાયો હતો. જેના પગલે પેથાપુર પોલીસે સુરેશભાઈ પટેલ તેમજ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની અને પુત્ર સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરાયો છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ અને તેની પત્ની અને પુત્ર તેમજ સેવક સુરેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ ગુનો નોંધાતા તે તેની પત્ની અને પુત્ર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ચાંદખેડાનાં બંગલે પણ તપાસ કરાઈ હતી, પરંતુ કોઈનો પત્તો મળ્યો નથી. જેને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી વચ્ચે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!
Next articleસપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના બાદ ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!