Home હર્ષદ કામદાર સ્થાનિક સ્તરે ઓમિક્રોનના કેસોમાં વધારો છતાં હેલ્થકેર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં...

સ્થાનિક સ્તરે ઓમિક્રોનના કેસોમાં વધારો છતાં હેલ્થકેર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!

51
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૧૨૪.૩૧ સામે ૫૬૯૪૮.૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૫૪૩.૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬૮.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૫.૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૪૨૦.૨૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૦૩.૮૦ સામે ૧૬૯૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૪૨.૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૬.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૪.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૧૧૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેલેન્ડર વર્ષ ૨૦૨૧ ઐતિહાસિક તેજીનું યાદગાર નીવડી વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય શેરબજાર માટે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ પણ યાદગાર નીવડે તેવી શક્યતા જોવા મળી હતી. વર્ષ ૨૦૨૧ બાદ નવું વર્ષ ૨૦૨૨ પણ તેજીનું રહેવાનો આશાવાદ વ્યકત કરતાં અને મોંઘવારી અસહ્ય બની હોવાના નેગેટીવ પરિબળ છતાં આગામી ત્રિમાસિકમાં કંપનીઓની કામગીરી સુધરવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી જોવા મળી હતી. કોરોનાના સંક્રમણમાં ફરી વિશ્વના મોટા દેશોમાં વધારા સાથે ભારતમાં પણ કોરોનાની ચિંતા યથાવત રહી હોવા છતાં કોરોના સામેના પોઝિટીવ અહેવાલો અને હવે આર્થિક ગતિવિધિ વધવાના આશાવાદે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં કોરોના મહામારીના કાળમાં અન્ય ઉદ્યોગ – બિઝનેસોમાં મંદ વૃદ્વિની અસર છતાં શેરોમાં સતત તેજીનું ઓલ રાઉન્ડ ઐતિહાસિક તોફાન મચાવનારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યોના પોઝિટીવ પરિબળે નવી લેવાલી હાથ ધરી હતી, જો કે વૈશ્વિક સ્તરે ચીન, રશિયા તેમજ યુકેમાં કોરોનાના ઓમિક્રોનના કેસ વધતા ફરીથી લોકડાઉનના અમલથી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ અને સ્થાનિક સ્તરે ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર પણ જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એફએમસીજી, ટેલિકોમ અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૮ અને વધનારની સંખ્યા ૨૧૪૩ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વનું અર્થતંત્ર આગામી વર્ષે પ્રથમ વખત ૧૦૦ ટ્રીલિયન ડોલરના સીમાચિન્હરૂપ સપાટીને કુદાવી જશે અને ચીન અમેરિકાને પાછળ છોડી વિશ્વના સૌથી વિશાળ અર્થતંત્ર બનવામાં અગાઉની વ્યક્ત કરાયેલી ધારણા કરતાં બે વર્ષનો વધારે સમય લાગશે, તેમ તાજેતરમાં પ્રકાશિક એક અહેવાલમાં જણાવાયું છે. બ્રિટનની કન્સલ્ટન્સી સબ્રએ તેના અહેવાલમાં આગાહી કરી છે કે ચીન વર્ષ ૨૦૩૦ સુધીમાં ડોલરમાં મૂલ્યની દ્રષ્ટ્રિએ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. અગાઉ ગયા વર્ષે વર્લ્ડ ઈકોનોમિક લીગના અહેવાલમાં ચીન વર્ષ ૨૦૨૮ સુધીમાં અમેરિકાને પાછળ રાખી વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેવી આગાહી કરવામાં આવી હતી.

બ્રિટન કન્સલ્ટન્સી સેબ્ર પ્રમાણે વર્તમાન સમયમાં વિશ્વના છઠ્ઠુ સૌથી મોટું અર્થતંત્ર ધરાવતુ ભારત વર્ષ ૨૦૨૨માં ફ્રાંસને અને ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં બ્રિટનને પાછળ રાખી દેશે. સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે જે ચિંતાનો વિષય બન્યો છે તે ફુગાવો વર્તમાન સમયમાં અમેરિકામાં ૬.૮%ની સપાટીએ પહોંચ્યો છે, આગામી દિવસોમાં ફુગાવાની સ્થિતિને વિશ્વસમુદાય અંકૂશમાં મેળવી લેશે, પરંતુ જો તે અંકૂશમાં લેવામાં નહીં આવે તો વિશ્વએ વર્ષ ૨૦૨૩ અથવા તો ૨૦૨૪માં મંદીનો સામનો કરવો પડશે. અહેવાલ પ્રમાણે જર્મની સૌથી મોટા અર્થતંત્રની દ્રષ્ટિએ વર્ષ ૨૦૩૩ સુધીમાં જાપાનને પાછળ રાખી શકે છે.

Print Friendly, PDF & Email