Home વ્યાપાર જગત વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી...

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

71
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૧.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૫૦.૦૪ સામે ૬૧૨૫૯.૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૯૪૯.૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૮.૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫.૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૨૩૫.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૪૧.૨૦ સામે ૧૮૨૬૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૯૭.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૮૯.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. કોરોના – ઓમિક્રોન સંક્રમણમાં ચિંતાજનક વધારાને લઈ પરિસ્થિતિ સ્ફોટક બની રહી હોવા છતાં પોઝિટીવ કેસોમાં વધારો થવાની ઝડપ ધીમી પડતાં અને રિકવરી રેટમાં થઈ રહેલા વધારાને લઈ રાહતે અને કોર્પોરેટ ઈન્ડિયાની ત્રીજા ત્રિમાસિકની સીઝનમાં વિપ્રો, ટીસીએસ, ઈન્ફોસીસના ત્રણ આઈટી જાયન્ટોના પ્રોત્સાહક પરિણામ જાહેર થતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીના ચક્રને ગતિમાન રાખીને સેન્સેક્સને ૬૧૨૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરેને ૧૮૩૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી. આઈટી શેરોમાં સિલેક્ટિવ તેજી સાથે મેટલ, કેપિટલ ગુડ્સ, પાવર અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ફંડો લેવાલ રહેતાં અને યુટિલિટીઝ, ઈન્ડસ્ટ્રીયલ અને હેલ્થકેર શેરોમાં ધોવાણ અટકીને આજે શોર્ટ કવરિંગ થતાં અને પસંદગીના ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણ રહ્યું હતું. અલબત સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ તેજીને વિરામ આપીને સાવચેતી જોવા મળી હતી.

આઈટી જાયન્ટ વિપ્રોએ સાધારણ કામગીરી કર્યા સાથે આગામી ચાર સપ્તાહ માટે તેની વિશ્વભરની તમામ ઓફિસો ચાર સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય લેતાં કોરોના સંક્રમણની સ્થિતિ આગામી દિવસોમાં વધુ સ્ફોટક બનવાના સંકેત સમજીને આજે ફંડોએ આઈટી શેરોમાં પણ છેલ્લે તેજીનો વેપાર આંશિક હળવો કર્યો હતો. જોકે ટીસીએસ અને ઈન્ફોસિસના પ્રોત્સાહક પરિણામ જાહેર થતાં શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની ત્રીજા ત્રિમાસિકની સીઝન અત્યંત સારા પરિણામોની રહેવાની અપેક્ષાએ અને અન્ય ક્ષેત્રની કંપનીઓ પણ આ વખતે સારા રિઝલ્ટ જાહેર કરશે એવા અંદાજોએ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, બેન્કેક્સ, સીડીજીએસ, ફાઇનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૧ અને વધનારની સંખ્યા ૧૭૩૭ રહી હતી, ૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૨૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિવિધ પરિબળોના પગલે શેરબજારમાં વધેલ વોલેટાલિટીની બીજી બાજુ વિતેલા ડિસેમ્બર માસમાં રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જારી રાખતાં નવો રોકાણ પ્રવાહ બમણો થઈને રૂ.૨૫,૦૦૦ કરોડની સપાટી કૂદાવી ગયો છે. તો સિપ ક્ષેત્રે થતું રોકાણ પણ રૂ.૧૧,૩૦૫ની ઑલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઇન ઇન્ડિયાએ (એમ્ફી) જાહેર કરેલા ડેટા મુજબ વિતેલા ડિસેમ્બર માસમાં ઇક્વિટી તેમજ ઇક્વિટી લિન્કડ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રૂ.૨૫,૦૭૬.૭૧ કરોડનું નવું રોકાણ થયું હતું જે તેની અગાઉના નવેમ્બર માસ દરમિયાન રૂ.૧૧,૬૧૪.૭૩ કરોડ રહ્યું હતું. આમ ઇક્વિટી ફંડોમાં થતું રોકાણ બમણાથી પણ વધુ થવા પામ્યું હતું. સૂચિત સમયગાળા દરમિયાન સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ)માં થતું માસિક રોકાણ પણ વધીને રૂ.૧૧૩૦૫.૩૪ કોડની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયું હતું. જે અગાઉના નવેમ્બરમાં રૂ.૧૧,૦૦૪.૯૪ કરોડ હતું. ડિસેમ્બરના અંતે સિપ એકાઉન્ટ પણ વધીને ૪,૯૦,૭૮,૫૪૭ રહ્યા હતા.

વિતેલા ૨૦૨૧ના વર્ષમાં દેશમાં મ્યુચ્યુઅલ ફંડોની કુલ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) પણ ૨૬% વધીને રૂ.૩૭,૭૨,૬૯૬ કરોડ પહોંચી હતી. જે વર્ષ ૨૦૨૦ના અંતે રૂ.૩૦,૯૬,૨૭૪ કરોડ હતી. ૨૦૨૧ના કેલેન્ડર વર્ષમાં ફંડસ ક્ષેત્રે તમામ કેટેગરીની એવરેજ એયુએમમાં વધારો થયો હતો. જો કે, ડિસેમ્બર માસમાં ઇન્કમ/ ડેટ ઓરિયન્ટેડ યોજનાઓમાંથી રૂ. ૪૯,૧૫૪.૧૦ કરોડ પાછા ખેંચાયા હતા. આ સાથે આગામી દિવસોમાં પણ ફોરેન ફંડો સાથે સ્થાનિક ફંડો, રોકાણકારોની ભારતીય શેરબજારમાં રોકાણનું આકર્ષણ જળવાઈ રહેવાની શકયતા જોવાઈ રહી છે.

Print Friendly, PDF & Email