Home રમત-ગમત Sports CSK vs MI વચ્ચેની મેચમાં 4 બોલ મુંબઈની હારનું કારણ બન્યા

CSK vs MI વચ્ચેની મેચમાં 4 બોલ મુંબઈની હારનું કારણ બન્યા

50
0

(જી.એન.એસ),તા.૧૫

મુંબઈ,

રવિવારે રમાયેલી ડબલ હેડરની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થયો હતો. છેલ્લી ઓવરમાં 500ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી મહેન્દ્ર સિંહ ધોનીની ઇનિંગ્સે રોહિત શર્માની ઝળહળતી અડધી સદીને ઢાંકી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેની અર્ધસદીના આધારે 4 વિકેટે 206 રન બનાવ્યા હતા. રોહિત શર્માની તોફાની સદી બાદ પણ મુંબઈની ટીમ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી. રોહિતની IPL કરિયરમાં બીજી સદી છે. રવિવારની ચેન્નાઈ સામેની મેચમાં મુંબઇની હાર થઈ પરંતુ રોહિતે રંગ રાખ્યો હતો. તેણે 63 બોલમાં 105 રન કર્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં ઓપનિંગ કરવા આવેલા અજિંક્ય રહાણેની વિકેટ મેળવીને ટીમે સારી શરૂઆત કરી હતી. ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્રથમ વિકેટ પડ્યા બાદ મેદાનમાં ઉતરીને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. જોકે બાદમાં તેને શિવમ દુબેનો સાથ મળ્યો. ઋતુરાજ 69 રન જ્યારે શિવમે અણનમ 66 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ સામે 207 રનના વિશાળ સ્કોરનો પીછો કરી રહેલી મુંબઈ માટે ઓપનર રોહિત શર્માએ પોતાની શૈલીમાં શાનદાર શરૂઆત કરી હતી. તેણે માત્ર 30 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પછી પણ તેણે સતત રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. મથીશા પથિરાનાએ એક જ ઓવરમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમારે થર્ડ મેન પર મુસ્તાફિઝુર રહેમાનનો શાનદાર કેચ લીધો હતો. આ બાદ 18 મી ઓવરમાં પણ ત્રીજા બોલે પથિરાનાએ એક વિકેટ લીધી હતી. આ સાથે ઇનિંગમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. જેને પ્લેયર ઓફ ધ મેચ આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ, આ મેચમાં બેટિંગ કરતી વખતે માહીએ જે સ્ટાઈલમાં 20 રન બનાવ્યા તે ફેન્સ ભૂલી શકે તેવી શક્યતા નથી. આ 20મી ઓવર ખુદ મુંબઇના કેપ્ટન હાર્દિક પંડયા બોલિંગ કરી રહ્યા હતા. આ બોલિંગમાં Wd, 4, Wd, W, 6, 6, 6, 2, જેવા બોલ ફેંક્યા હતા. જેમાં ધોનીએ 4 જ બોલમાં 20 રન ફટકાર્યા હતા. જોકે હવે મુંબઇની પણ 20 રને હાર થઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleKKR vs LSGની મેચમાં 12મી ઓવરમાં વિકેટ કીપર ફિલિપ સોલ્ટે આશ્ચર્યજનક કેચ લીધો
Next articleનિફ્ટી ફયુચર ૨૨૦૮૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!