Home દેશ - NATIONAL CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો થયો વધારો

CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો થયો વધારો

41
0

તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી-એનસીઆરમાં કંપ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ની કિંમતોમાં આજથી વધારો ઝીકવામાં આવ્યો છે. ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડ સીએનજીના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજે સવારે 8 ઓક્ટોબરથી લાગૂ થઈ ગયા છે. તો વળી PNGના ભાવમાં પણ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને ગાજિયાબાદ સહિત કેટલાય ઉત્તર ભારતીય શહેરોમાં સીએનજી અને પીએનજીના ભાવ વધી ગયા છે.

કરનાલ, કાનપુર અને મુઝફ્ફરનગર જેવા શહેરોમાં પણ કિંમતો વધી છે. હકીકતમાં જોઈએ તો, સાત ઓક્ટોબરે દિલ્હી એનસીઆરમાં સીએનજીના નવા ભાવની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ હવે સીએનજી પર ત્રણ રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 8 ઓક્ટોબર એટલે કે, શનિવાર સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ જશે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં કેટલોય વધારો ઝીકવામાં આવ્યો છે. તેની પાછળ નેચરલ ગેસની કિંમતોમાં રેકોર્ડ તોડ વધારો હોવાનું કહેવાય છે.

એટલા માટે પહેલા જ અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે, સીએનજીના ભાવ વધી શકે છે. દિલ્હીમાં પીએનજીના ભાવ વધીને 53.59 પ્રતિ સ્ટેંડર્ડ ક્યૂબિક મીટર થઈ ગયા છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં ભાવ 53.46 થઈ ગયા છે. તો વળી મુઝફ્ફરનગર, સામલી અને મેરઠમાં ભાવ 56.97 પ્રતિ સ્ટેંડર્ડ ક્યૂબિક મીટર પહોંચી ગયા છે. તો વળી કાનપુર, ફતેહપુર અને હમીરપુરમાં પીએનજીના ભાવ વધીને 56.140 કરી દીધા છે.

દિલ્હીનો ભાવ 75.61 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 78.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં 78.17થી વધીને 81.17 રૂપિયા પ્રતિ કિલો, ગુરુગ્રામ- 83.94 રૂપિયાથી વધીને 89.08 રૂપિયા પ્રતિ કિલો, રેવાડી- 86.07 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 89.07 રૂપિયા, કરનાલ અને કૈથલ- 84.29 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 87.27 રૂપિયા પ્રતિ કિલો, મુઝફ્ફરનગર- 82.84 રૂપિયાથી વધીને 85.84 રૂપિયા પ્રતિ કિલો, કાનપુર- 87.40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 89.81 રૂપિયા પ્રતિ કિલો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field