Home ગુજરાત CMનું 191 કરોડનું પ્લેનઃ ભાજપનો અન-ઓફિસીયલ બચાવ, જીવનાં જોખમો મુસાફરી કરતા હતા...

CMનું 191 કરોડનું પ્લેનઃ ભાજપનો અન-ઓફિસીયલ બચાવ, જીવનાં જોખમો મુસાફરી કરતા હતા VVIP

596
0

રાજ્ય સરકાર પાસે રહેલા પ્લેન-હેલિકોપ્ટરનાં ટેકનિકલ પ્રોબ્લેમ અને મેઈન્ટેન્સ માટે વાર્ષિક ૫ કરોડનો ખર્ચ થતો હતો, સમયનો બગાડ થતો હતો એ અલગથી, વર્ષોથી રાજ્ય સરકાર લાંબા અંતરના પ્રવાસ માટે પ્રતિ કલાક એક લાખ રૂપિયાનાં ખર્ચે પ્રાઈવેટ પ્લેન ભાડે લે છે, કાયમી ધોરણે સરકારે નવું પ્લેન ખરીદી અન્ય ખર્ચ પર કાપ મૂક્યા છે

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.8
ગુજરાત જેવા રાજ્યનો વહીવટ ભાજપ સરકાર કેવી રીતે ઘરની પેઢીની જેમ ચલાવે છે તેનું વધુ એક ઉદાહરણ રૂપાણીના 191 કરોડના પ્લેન ખરીદી મુદ્દે સામે આવ્યું છે આ પ્લેન ખરીદી મુદ્દે રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા તેમજ વિપક્ષો દ્વારા ટીકાઓનો મારો ચાલુ થયો હતો. જેનો રાજ્ય સરકાર કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ ઓફિશિયલ રીપ્લાય આપવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી. પરંતું ભારતીય જનતા પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ દ્વારા આજે સોશિયલ મીડિયામાં એક અન-ઓફિસીયલ કહેવાય એવી પ્રેસનોટ રિલીઝ કરી અને બચાવ કરવામાં આવ્યો હતો તેમણે ૧૦ વર્ષ જુના પ્લેન હેલિકોપ્ટરનો ખર્ચ વધુ આવતો હોય અને મુખ્ય મંત્રીશ્રી અને વીવીઆઈપી નેતાઓ જીવના જોખમે મુસાફરી કરતા હોવાનું જણાવ્યું હતું પરંતુ મુદ્દો અહી એ વાતનો છે કે આવી નવા પ્લેન ની ખરીદી મુદ્દે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ભારતીય જનતા પાર્ટીના તરફથી કોઈ ઓફિસર પ્રેસનોટ રિલીઝ કરીને પણ જણાવ્યું નથી જો ખરેખર આવા જુના પ્લેન-હેલીકોપ્ટરમાં પાંચ કરોડનો ખર્ચ આવતો હોય અને જીવના જોખમે મુસાફરી કરવી પડતી હોય તો કેમ કોઈ સરકારી ઓફિસર દ્વારા મીડિયામાં સ્પષ્ટતા કરવામાં નથી આવતી અને ભાજપના મિડીયા ઇન્ચાર્જ દ્વારા સોશિયલ મીડિયામાં અન-ઓફિસર કહી શકાય એવી રીતે તેનું બચાવનામું વાયરલ કરવામાં આવે છે ભાજપના મીડિયા ઇન્ચાર્જ સોશિયલ મીડિયા પર રજૂ કરેલી વિગતો જો સાચી જ હોય તો સરકારી તંત્ર દ્વારા તેને ઓફિસિયલ જાહેર કરવામાં શું વાંધો હોઈ શકે એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે
ભાજપના મીડિયા ઇન્ચાર્જ જે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા મુદ્દાઓ પ્રમાણે ગુજરાત સરકારે આ પ્લેનની ખરીદી કરતા કેટલાંક લોકોને મુખ્યમંત્રીશ્રીનો વિરોધ અને ટિકા કરવાનો મુદ્દો મળી ગયો છે ત્યારે આવો જાણી લઈએ ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવેલા પ્લેન વિષયક કેટલીક વાસ્તવિક બાબતો..
રાજ્ય સરકારનું હેલિકોપ્ટર જોખમી હોવાનો સિવિલ એવિએશને સરકારને રિપોર્ટ સોપ્યો હતો એટલે ગુજરાત સરકારે ૨૦ વર્ષ બાદ નવું એર ક્રાફ્ટ ખરીદ્યુ છે. નવું પ્લેન ખરીદવાની જરૂરીયાત હોવાથી સરકારે નવું એરફ્રાફ્ટ ખરીદ્યુ છે. આ પ્લેન કોઈની સુવિધા માટે ખરીદવામાં આવ્યું નથી, મુખ્યમંત્રીશ્રી સહિતનાં વીઆઈપીની સુરક્ષા અને સમયની બચત માટે પ્લેન ખરીદવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર પાસે હાલમાં રહેલું ફિકસ્ડ-વિંગ એરક્રાફ્ટ ૧૯૯૯માં અને હેલિકોપ્ટર ૨૦૦૭માં ખરીદાયેલું છે. આ બંનેમાં ટેકનિકલ ખામી અને મેઈન્ટેન્સ માટે વાર્ષિક ૫ કરોડનો ખર્ચ થતો. ઉપરાંત મોટાભાગના સમયે તેમાં ટેકનિકલ ખામીનાં કારણે રિપેર કરવામાં લાંબો સમય લાગતો. રાજ્ય સરકાર દ્વારા નવું પ્લેન ખરીદવામાં આવતા સમય, શક્તિ અને સંપત્તિની બચત થશે. ખાસ નોંધનીય બાબત એ છે કે, ગુજરાત સરકારે જે નવું પ્લેન ખરીદ્યું છે એ એકલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપયોગમાં લેવાના નથી, અન્ય વીઆઈપી જેવા કે રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી પણ આ પ્લેનમાં મુસાફરી કરશે.
અત્યાર સુધી મુખ્યમંત્રીશ્રી માટે પ્રાઈવેટ પ્લેન ભાડે લેવામાં આવતું હતું, જેમાં પણ ખૂબ ખર્ચ થતો હતો. વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રીનાં હેલિકોપ્ટરને બે વખત ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતું. ત્યારથી મુખ્યમંત્રીશ્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટેભાગે પ્રાઈવેટ હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરાય છે. આપણે પાંચ-દસ વર્ષ જૂના વાહનમાં મુસાફરી કરતા પણ ડરીએ છીએ, અજાણ્યા ડ્રાઈવર પર ભરોસો મૂકી શકતા નથી જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બે દસક જૂના પ્લેન-હેલિકોપ્ટરમાં જીવનાં જોખમો મુસાફરી કરતા રહ્યાં છે.
હાલ મુખ્યમંત્રીનું પ્લેન બીચક્રાફ્ટ સુપરકિંગ ૨૦ વર્ષ જૂનું છે. લાંબા અંતરની મુસાફરી માટે પ્રતિ કલાક ૧ લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી પ્લેનની સેવા લેવી પડતી હતી એટલે સરકાર દ્વારા નવું પ્લેન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂના પ્લેનમાં રિફ્યુલિંગની સમસ્યા હતી. તેના લીધે એક ઉડાનમાં લાંબું અંતર કાપી શકાતું નહોતું. જેની સરખામણીમાં નવા પ્લેનની ક્ષમતા વધુ છે. મુખ્યમંત્રીશ્રીનાં હાલનાં પ્લેન બીચક્રાફ્ટ સુપરકિંગને ૨૫૦૦ કિમીનું અંતર કાપતા અંદાજે પાંચ કલાકનો સમય લાગતો હતો. જેની સરખામણીમાં નવું પ્લેન માત્ર ત્રણ કલાકમાં આટલું અંતર કાપી લેશે. પરિણામે મુખ્યમંત્રીશ્રીનાં સમયની બચત થશે અને શુભ કાર્યો કરવા વધુ સમય મળી રહેશે.
છેલ્લાં બે દસકો દરમિયાન ગુજરાતનાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાં મંત્રીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્લેન-હેલિકોપ્ટરમાં વારંવાર સર્જાતા ટેકનિકલ પ્રોબ્લેમ અને મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. આથી રાજ્ય સરકારે કાયમી ધોરણે ૧૯૧ કરોડ રૂપિયાનું પ્લેન ખરીદી જૂના પ્લેન-હેલિકોપ્ટર પર થતા કરોડો રૂપિયાનાં ખર્ચ પર કાપ મૂક્યો છે એટલે રાજ્ય સરકારે નવું પ્લેન ખરીદવા વધારાનો કોઈ ખર્ચ કર્યો છે એવું કહી શકાય નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૂપાણી રાજમાં હવે સ્વર્ગવાસી લોકો ગુજરાતી ફિલ્મોની સબસીડી વહેંચશે….!!!
Next articleરૂપાણીના માહિતી ખાતામાં જ ભ્રષ્ટાચાર…?, કમિશ્નર કાલરિયા સામે ACB દ્વારા ખાતાકિય તપાસના આદેશ….!?