(જી.એન.એસ) તા.૩૦
અમદાવાદ,
હવે બધા ઇનોવેશન કરી શકો, ચેટ જીપીટી નવા આઈડિયા આપશે, તમારે સિલેક્ટ કરવાની જરૂર છે, સ્ટાર્ટ ઇનોવેટીવ – શ્રી હિતેન ભુતા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા આયોજિત 27મી ઇનોવેશન પરિષદ “ઇનોવેશન ઇન એક્શન: શેપિંગ અ બેટર વર્લ્ડ” એ વૈશ્વિક સમસ્યાઓ અને તેના ઉકેલો વિશે માહિતી આપી હતી. AMA, Elixir Foundation અને Yi અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ પરિષદે ટેકનોલોજી અને ઉદ્યોગસાહસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. CGS Infotechના CEO અને વૈશ્વિક ઇનોવેશન નિષ્ણાત શ્રી હિતેન ભૂતાએ ફ્લોરિડાથી ખાસ આ પરિષદમાં હાજરી આપી, તેમણે “Innovation Beyond Boundaries: Pioneering Global Solutions” પર વાત કરી હતી સાથે તેમને CHAT GPTનું મહત્વ અને તેનો ઉપયોગ સ્માર્ટલી કેવી રીતે કરવો તે વિશે માહિતી પૂરી પાડી હતી. શ્રી હિતેન ભુતાએ ખાસ ત્રણ મુદ્દાઓ પર વાત કરતા જણાવ્યું હતું કે, 1 વિશ્વ હંમેશા ઉકેલો માટે રાહ જોશે. ટેકનોલોજી કેટલાક પ્રશ્નો હલ કરશે, પરંતુ નવા પ્રશ્નો ઉદભવશે. 2 સતત ઇનોવેશનની જરૂરિયાત રહેશે. ઇનોવેશન વૈશ્વિક પડકારો માટે ટકાઉ ઉકેલો આપે છે. 3 AI ઇનોવેશનનું કેન્દ્ર હશે. ChatGPT, Gemini, Co-Pilot જેવા સાધનો પ્રશ્નો ઓળખશે અને ઉકેલો રજૂ કરશે પરંતુ મનુષ્યે તેના બુદ્ધિ અને તર્કના ઉપયોગથી શ્રેષ્ઠ ઉકેલો પસંદ કરવા પડશે. આ કાર્યક્રમમાં ઉન્મેષ દીક્ષિત (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, AMA), કૃણાલ શાહ (મેનેજર યુથ પ્રોગ્રામ,Elixir Foundation) તેમજ નિશિત શાહ (યંગ ઇન્ડિયન અમદાવાદ) હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.