Browsing: નેશનલ

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, એર ઇન્ડિયાએ શનિવારે ઉડ્ડયન નિયમનકાર DGCA ના નિર્દેશનો જવાબ આપ્યો હતો, જેમાં “ગંભીર ભૂલો”…

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, સેન્ટ્રલ બ્યૂરોરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ઇન્ટરપોલ ચેનલો દ્વારા UAEથી ઉપવન પવન જૈનને પરત લાવવાનું સફળતાપૂર્વક સંકલન કર્યું છે. ઉપવન પવન જૈન ગુજરાત પોલીસનો વોન્ટેડ ગુનેગાર છે. CBIના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટ (IPCU) એ NCB-અબુ ધાબી, UAEના સહયોગથી 20 જૂન 2025ના રોજ વોન્ટેડ રેડ નોટિસના ગુનેગાર ઉપવન પવન જૈનને સફળતાપૂર્વક ભારત પરત લાવાવમાં આવ્યો છે. ઉપવન પવન જૈન દુબઈ, UAEથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગુજરાત પરત ફર્યો છે. UAEમાં આ ગુનેગારનું ભૌગોલિક સ્થાન પહેલાથી જ NCB-અબુ ધાબી સાથે ઇન્ટરપોલ દ્વારા સઘન ફોલો-અપ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપીને શોધી રહી છે. તેના પર છેતરપિંડી, અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી કરાવવા, મૂલ્યવાન સુરક્ષાની બનાવટ કરવી અને ગુનાહિત કાવતરું રચવાનો આરોપ છે. આરોપી ઉપવન પવન જૈન અને તેના સહ-આરોપીઓએ બનાવટી દસ્તાવેજો બનાવવા અને ફરિયાદીને છેતરવાનું કાવતરું ઘડ્યું હતું. તે સમયે રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા આરોપીએ ફરિયાદીને 4 અલગ અલગ મિલકતો બતાવી અને ફરિયાદીને તેના દ્વારા મિલકતો ખરીદવા માટે સમજાવ્યા હતા. તેણે તેના સાથીદારોને અસલી મિલકત માલિકોની નકલી ઓળખ બનાવી અને ખોટા ઓળખ દસ્તાવેજોના આધારે અસલી મિલકત માલિકોના નામે બેંક ખાતા ખોલવા કહ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે 3,66,73,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગુજરાત પોલીસની વિનંતી પર, સીબીઆઈએ 06.03.2023ના રોજ ઇન્ટરપોલ દ્વારા આ વિષય સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. આરોપી ઉપવન પવન જૈનની યુએઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને ગૃહ મંત્રાલય/વિદેશ મંત્રાલય દ્વારા યુએઈમાં પ્રત્યાર્પણ અરજી મોકલી હતી. ઇન્ટરપોલ દ્વારા પ્રકાશિત રેડ નોટિસ વોન્ટેડ ભાગેડુઓને શોધવા માટે વિશ્વભરના તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવે છે. ભારતમાં ઇન્ટરપોલ માટે રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યૂરો તરીકે, સીબીઆઈ ઇન્ટરપોલ ચેનલો દ્વારા સહાય માટે ભારતની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને 100થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારતમાં પાછા લાવવામાં આવ્યા છે.

(જી.એન.એસ) તા. 21 ઉધમપુર, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 21 જૂન, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ઉત્તરી કમાન્ડ ખાતે લગભગ 2,500 સૈનિકો સાથે વિવિધ…

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, શુક્રવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર “ભારત માતા કી જય” અને “હિન્દુસ્તાન ઝિંદાબાદ” ના નારા…

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, મતદાન મથકના ફૂટેજ જાહેર કરવાના વિરોધ પક્ષોના આહવાન વચ્ચે, ચૂંટણી પંચ (EC) એ શનિવારે (21…

(જી.એન.એસ) તા. 21 દેહરાદૂન, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તરાખંડ માટે યોગ નીતિની જાહેરાત કરી,…

(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (આરઆરયૂ)ના ગુજરાત કેમ્પસમાં પેપરલેસ પરીક્ષા પ્રણાલી લાગુ કરી હોવાનું એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગાના સહકારથી વિવિધ કાર્યક્રમોમાં પેપરલેસ પરીક્ષાઓ યોજી છે. આ પર્યાવરણમૈત્રી પરીક્ષા પ્રક્રિયામાં કુલ 1,341 વિદ્યાર્થીએ ભાગ લીધો, જે યુનિવર્સિટીની નવીન્ય અને પર્યાવરણ માટેની જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ પહેલ યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં પર્યાવરણીય સ્થિરતા અને કામગીરીની અસરકારકતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું છે. પેપરલેસ પરીક્ષા પદ્ધતિનો અમલ પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક પ્રક્રિયાઓના સુધારા પ્રતિ આરઆરયૂની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. યુનિવર્સિટીનો હેતુ માત્ર પર્યાવરણ પર પડટી વિપરીત અસરને ઓછું કરવાનો નથી, પરંતુ પરીક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવવી અને પરિણામોની ઝડપી જાહેરાત સુનિશ્ચિત કરવાનો પણ છે. આ નવીન પગલાંને કારણે ઉત્તરમૂલ્યાંકન અને પરિણામ પ્રક્રિયામાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટશે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને લાભ થશે. આ ટેક્નોલોજી અપનાવવાના પરિણામે આરઆરયૂએ સાત કાર્યદિવસની અંદર પરિણામ જાહેર કર્યું છે. ચારુસત યુનિવર્સિટી, ચાંગા સાથેનો સહકાર શિક્ષણક્ષેત્રે સંયુક્ત નવીનતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પેપરલેસ પ્રણાલીમાં પરિવર્તનથી અનેક લાભ મળવાની શક્યતા છે, જેમ કે, કાગળના વપરાશમાં ઘટાડો, જે પર્યાવરણીય સ્થિરતાને વધારશે, ઉત્તરમૂલ્યાંકનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાની, પરિણામ વહેલાં જાહેર કરવા માટે,પરીક્ષા પદ્ધતિમાં વધુ સુરક્ષા અને ડેટા મેનેજમેન્ટની શક્યતા. યુનિવર્સિટી તમામ વિદ્યાર્થીઓને સરળ અને કાર્યક્ષમ પરીક્ષા અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. “અમે પેપરલેસ પરીક્ષા પદ્ધતિ શરૂ કરીને ગૌરવ અનુભવી રહ્યાં છીએ,” આરઆરયૂના પ્રવક્તાએ કહ્યું. “આ પહેલ અમારા વિદ્યાર્થીઓ અને પર્યાવરણની સુખાકારી માટે ટેક્નોલોજી અપનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે આ નવી પદ્ધતિ પરીક્ષાનો અનુભવ વધુ સારો અને યાદગાર બનાવશે અને એક વધુ સુરક્ષિત ભવિષ્યમાં નોધપાત્ર યોગદાન આપશે.”

(જી.એન.એસ) તા.20 ભુવનેશ્વર, શુક્રવારે (20 જૂન) ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જીવંત રોડ શો યોજ્યો. પ્રધાનમંત્રીએ આજે ​​રાજ્યમાં 18,700…

(જી.એન.એસ) તા.20 શ્રી શિવસુબ્રમણ્યમ રમણે 20 જૂન 2025ના રોજ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ભારત સરકાર દ્વારા 8 એપ્રિલ 2025ના રોજ…

(જી.એન.એસ) તા.20 નલબારી, આસામના નલબારી જિલ્લામાં મુકલમુઆ નજીક બ્રહ્મપુત્ર નદીમાં દેશી બનાવટની પેસેન્જર બોટ પલટી જતાં બે વિદ્યાર્થીઓ સહિત ઓછામાં…