Home દુનિયા - WORLD કેનેડાના વાનકુવરમાં  વાર્ષિક લાપુ લાપુ સ્ટ્રીટ ફેસ્ટીવલમાં ભીડ પર એસયુવી કાર ફરી વળી,...

કેનેડાના વાનકુવરમાં  વાર્ષિક લાપુ લાપુ સ્ટ્રીટ ફેસ્ટીવલમાં ભીડ પર એસયુવી કાર ફરી વળી, અનેકના મોતની આશંકા

23
0

(જી.એન.એસ) તા. 27

વાનકુવર,

કેનેડાના વાનકુવર શહેરમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં વાર્ષિક લાપુ લાપુ સ્ટ્રીટ ફેસ્ટીવલમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પર પૂરપાટ દોડતી એસયુવી કાર ફરી વળી હતી. આ દુર્ઘટના છે કે કોઈ હુમલો તે વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ આ ઘટનામાં અનેક લોકોના મોત જ્યારે ડઝનેકથી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. પોલીસે વાહનચાલકને પકડી પાડ્યો છે. ઘટના બાદ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે. અને રસ્તા પર પડેલા મૃતકો અને ઘાયલોની મદદ કરી રહી છે.

આ ઘટના અંગે મીડિયા સૂત્રો દ્વારા માહિતી અનુસાર આ દુર્ઘટના શનિવારે વાનકુવરના ઈસ્ટ 41 એવન્યૂ અને ફ્રેઝર સ્ટ્રીટ નજીક સર્જાઈ હતી. અહીં લેપુ લેપુ ફેસ્ટિવલ હેઠળ ડે બ્લૉક પાર્ટીનું આયોજન કરાયું હતું જે ફિલિપાઈન્સની સંસ્કૃતિ આધારિત એક પ્રસિદ્ધ ફેસ્ટિવલ મનાય છે. અહીં ઉજવણી કરવા માટે લોકોની ભીડ એકઠી થઇ હતી જ્યાં એક એસયુવી ચાલક બેફામ રીતે ફરી વળ્યો હતો જેના કારણે અફરા તફરી મચી ગઇ હતી.

વાનકુવરની સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે 8 કલાકે ઇ. 41 વેં એવન્યુ અને ફ્રેઝરમાં સ્ટ્રીટ ફેસ્ટીવલ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક દુર્ઘટના સામે આવી છે. આ ઘટના સર્જનાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં કેટલા લોકોના મોત નિપજ્યા છે, તે હજીસુધી જાણી શકાયું નથી. આ ઘટનાને દુર્ઘટના અને આતંકી હુમલા બંને એંગલથી તપાસવામાં આવી રહ્યા છે.

વાનકુવરના મેયર કેન સિમ દ્વારા દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ વાત જાણીને હું સ્તબ્ધ છું. આ ડરાવની ઘટના હતી. લાપુ લાપુ ડે ફેસ્ટીવલ ચાલી રહ્યો હતો, અને લોકો તેનો આનંદ માણી રહ્યા હતા. તેવામાં અચાનક એક પુરઝડપે આવતી કાર તેમાં ઘૂસી ગઇ હતી. અને ઘટના સ્થળે મરણચીસો સંભળાઇ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડી રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field