(GNS),08
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશન જૂન 2023નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે સાંજે બરાબર નવ વાગ્યે સંસ્થા દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો icai.nic.in પર જઈને તેને ચકાસી શકે છે. આ માટે ઉમેદવારને માત્ર રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર અને પિનની જરૂર પડશે. સોમવારે સવારે જ એક નોટિફિકેશન બહાર પાડીને ICAIએ સંભાવના વ્યક્ત કરી હતી કે, CA ફાઉન્ડેશનનું પરિણામ સોમવારે સાંજે જાહેર થઈ શકે છે. પરિણામ સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ પર તેમના રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબરની મદદથી જોઈ શકાશે. સીએ ફાઉન્ડેશનની પરીક્ષા જૂન 2023માં યોજાવાની હતી. 24 થી 30 જૂન દરમિયાન પરીક્ષાઓ યોજાઈ હતી. પહેલું પેપર 24 જૂને જ્યારે બીજું અને ત્રીજું પેપર અનુક્રમે 26 અને 28 જૂને લેવામાં આવ્યું હતું. છેલ્લું પેપર 30 જૂને યોજાયું હતું.
ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ સત્ર માટે નવો અભ્યાસક્રમ પણ બહાર પાડ્યો છે. આ જૂન 2024ની પરીક્ષાઓ પછી લાગુ થશે. નવા અભ્યાસક્રમમાં ચાર વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિષય અગાઉના વિષયો જેવો જ છે, જો કે તેની કન્ટેન્ટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ફાઉન્ડેશન પ્રોગ્રામમાં ઇન્ટરમીડિયેટથી એકાઉન્ટિંગ વિષયના કેટલાક વિભાગો ઉમેરવામાં આવ્યા છે. સૌ પ્રથમ સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. તે પછી હોમ પેજ પર જ રિઝલ્ટ આઇકોન પર ક્લિક કરો. અહીં તમે CA ફાઉન્ડેશન જૂન 2023 રિઝલ્ટનું આઇકન જોશો. જેવી તમે તેના પર લિંક કરશો, તે રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર અને પિન માંગશે. તેમાં એન્ટર થયા બાદ ઓકે ક્લિક કરતાની સાથે જ રિઝલ્ટ તમારી સામે આવી જશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.