Home મધ્ય ગુજરાત અમદાવાદ BZ કૌભાંડ કેસમાં CID ક્રાઈમની તપાસમાં થયો ખુલાસો પ્રિન્સિપાલે એજન્ટ બનીને રોકાણકારોને...

BZ કૌભાંડ કેસમાં CID ક્રાઈમની તપાસમાં થયો ખુલાસો પ્રિન્સિપાલે એજન્ટ બનીને રોકાણકારોને આકર્ષ્યા હોવાની તપાસ

2
0

(જી.એન.એસ) તા.૧૮

સાબરકાંઠા,

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધમધમી રહેલા BZ કૌભાંડ કેસમાં CID ક્રાઈમે નવી દિશા આપી છે. એજન્ટોના જાળાને ઉખેડવા માટે ચાલી રહેલી તપાસમાં હવે શિક્ષકોની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. હિંમતનગરમાં એક પ્રિન્સિપાલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, તેણે એજન્ટ તરીકે કામ કરીને અનેક લોકોને BZ ગ્રૂપ સ્કીમ રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. માત્ર પ્રિન્સિપાલ જ નહીં, પરંતુ અન્ય શિક્ષકો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે. શિક્ષકોની સામાજિક પ્રતિષ્ઠાનો ગેરલાભ ઉઠાવીને લોકોને છેતરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. BZ કૌભાંડ કેસમાં એજન્ટોના કનેક્શન અંગે CID ક્રાઈમની તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠાઅને અરવલ્લીમાં એજન્ટોને ત્યાં જુદી-જુદી ટીમની સતત તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરમાં એજન્ટ ધવલ પટેલના સંબંધી પ્રિન્સિપાલની પૂછપરછ કરાઈ છે. શિક્ષકોને વિશ્વાસમાં લઈને CID ક્રાઈમે અપીલ કરી છે કે, જે શિક્ષકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હોય અથવા અન્યોને રોકાણ માટે પ્રેર્યા હોય તેઓ સ્વૈચ્છિક રીતે સામે આવે. તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, આ તપાસનો હેતુ રોકાણકારોના પૈસા વસૂલ કરવાનો નથી પરંતુ ગુનેગારોને પકડીને કાયદા દ્વારા શિક્ષા કરવાનો છે. CIDની ટીમો હાલમાં શાળાઓમાં જઈને શિક્ષકોની પૂછપરછ કરી રહી છે. શાળાઓમાં નોટિસો આપીને શિક્ષકોને માહિતી આપવા માટે પ્રેરિત કરવામાં આવી રહી છે. પ્રિન્સિપાલે હિંમતનગર અને અમદાવાદ બંને જગ્યાએથી લોકોને રોકાણ માટે પ્રેર્યા હતા. અન્ય એજન્ટો પણ શિક્ષકો અને સમાજના અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ હોઈ શકે છે. આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. BZ કૌભાંડ કેસમાં શિક્ષકોની સંડોવણી સામે આવતા તપાસમાં નવી દિશા મળી છે. CID ક્રાઈમ આ કેસમાં કડક કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field