(જી.એન.એસ) તા૧૬
સાબરકાંઠા,
સાબરકાંઠામાં BZ કૌભાંડની તપાસ મામલે CID પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. CID પોલીસે તપાસ તેજ કરતાં હિંમતનગરમાં ધામા નાખ્યા છે. સાબરકાંઠામાં BZ કૌભાંડની તપાસ મામલે CID પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. CID પોલીસે તપાસ તેજ કરતાં હિંમતનગરમાં ધામા નાખ્યા છે. શહેરના મહાવીરનગર વિસ્તારમાં CID દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. BZ કૌભાંડમાં પોલીસે હિંમતનગરમાં સુર્યોદય સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષકના ઘેર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જો કે પોલીસ પંહોચે તે પહેલા જ નિવૃત્ત શિક્ષક ગાયબ થઈ ગયા હતા. પરંતુ તેમના પરિવાર તેમજ પાડોશીના નિવેદન લીધા હતા. હિંમતનગરમાં શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા એજન્ટના ઘરે તપાસ માટે સીઆઈડી પોલીસ પંહોચી. ત્યારે BZના એજન્ટ ધવલ પટેલ અને તેના પિતા અને ભાઈ હાજર નહોતા. પોલીસ પંહોચે તે પહેલા જ ધવલ પટેલ અને તેના પિતા તેમજ ભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા. તપાસમાં ગયેલી ટીમને માત્ર સાસુ અને પુત્રવધુ જ ઘરે મળ્યા. આથી પોલીસે ધવલ પટેલની માતા અને ભાભીના નિવેદન લીધા. આ ઉપરાંત કેસમાં વધુ કડી મેળવવા CIDએ ધવલ પટેલ અંગે વધુ વિગતો મેળવવા પાડોશીઓની પૂછપરછ કરી. તેમજ કેટલાક રોકાણકારોના પણ CIDની ટીમે નિવેદન લીધા હોવાનું સામે આવ્યું. BZ કૌભાંડે રાજ્યમાં ઉહાપોહ મચાવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને નફાની લાલચ આપતા શિક્ષકો ઉપરાંત અધિકારીઓને પણ એજન્ટ બનાવ્યા હોવાની વિગતો સામે આવી હતી. કૌભાંડનો પર્દાફાશ થતાં છ હજાર કરોડ રૂપિયાનો કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. સીઆઇડી પોલીસે એજન્ટો સહિત સીએનું કામ કરનારા બધા લોકોને ત્યાં તપાસ તેજ કરી પૂછપરછ હાથ ધરી. BZ કૌભાંડની તપાસ કરતી CID પોલીસે ગત મહિનામાં હિંમતનગરમાં BZ ગ્રુપના CEO ઋષિત મહેતાની ધરપકડ કરી હતી. ઋષિત મહેતા આ ગ્રુપનો નાણાંકીય વ્યવહાર સંભાળતા હોવાથી પોલીસે તેમની અટકાયત કરતાં પૂછપરછમાં વધુ સ્ફોટક માહિતી મળે તેવી સંભાવના છે. હાલમાં BZ કૌભાંડની તપાસ માટે CIDના હિંમતનગરમાં ધામા છે ત્યારે પોલીસની સઘન તપાસને લઈને અન્ય એજન્ટોમાં ફફડાટ જોવા મળ્યો. જણાવી દઈએ કે સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમને લઈને અરજી કરવામાં આવી હતી. બે સપ્તાહ અગુ પોલીસને અરજી કરવામાં આવી હતી. એક જાગૃત નાગરિકે સાઇબર ક્રાઇમને અરજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નાણા પડાવતી પેઢીઓ ખૂલી છે, આ પેઢીઓ આકર્ષક વ્યાજદરનીલ લાલચ આપી નાણા રળે છે. તેમા BZ સહિતની પેઢીઓ સામે વિગતવાર અરજી કરી હતી. તેના પગલે સીઆઇડી ક્રાઇમે દરોડા પાડતા અન્ય પેઢી સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.