(જી.એન.એસ), તા.૧
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગૌમાતાના બચાવમાં ચાલી રહેલા અભિયાનને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાંધ્યું છે. યુપીમાં ગેરકાયદેસર કતલખાનાઓ અને ગાયોની તસકરી પર સંપૂર્ણ રોક લગાવવાના આદેશ પર ઓવૈસીએ કહ્યું કે ભાજપનો આ પાખંડ છે કે “ઉત્તરપ્રદેશમાં ગાય તેમની મમ્મી છે પરંતુ નોર્થ ઈસ્ટમાં તે યમ્મી છે”. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વિસ્તાર પ્રમાણે આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ બદલ્યા કરે છે. તેમણે એમ પણ કહ્યું કે યુપીમાં કતલખાનાઓ પર થઈ રહેલી કાર્યવાહીના કારણે લાખો લોકો સામે રોજગારીનું સંકટ પેદા થયું છે. ઓવૈસીએ કતલખાનાઓ પરની કાર્યવાહીનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભાજપનું પાખંડ છે કે ઉત્તરપ્રદેશમાં તેમના માટે ગાય યમ્મી છે પરંતુ નોર્થ ઈસ્ટમાં તે યમ્મી છે. અત્રે જણાવવાનું કે પૂર્વોત્તર રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ નથી. અસમ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભાજપ સત્તામાં હોવા છતાં પણ ત્યાં ગૌહત્યા પર પ્રતિબંધ નથી. ત્યાં કતલખાનાઓ ઉપર પણ કોઈ કાર્યવાહી થઈ નથી. હવે રાજકીય વિરોધીઓ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધી રહ્યાં છે.
આગામી વર્ષે મિઝોરમ સહિત ત્રણ પુર્વોત્તર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. ભાજપે અત્યારથી સ્પષ્ટ કરી દીધુ છે કે જો તે સત્તામાં આવશે તો ગૌહત્યા પર પાબંધી લગાવાશે નહીં. એક ચેનલના અહેવાલ મુજબ ભાજપના મિઝોરમ પ્રદેશ અધ્યક્ષ જેવી હુમાને જ્યારે પૂછવામાં આવ્યું કે નોર્થ ઈસ્ટના લોકોમાં બીફ-દારૂના પ્રતિબંધને લઈને ડર છે તો તેમણે જવાબ આપ્યો કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે રાજ્યમાં આવો કોઈ પ્રતિબંધ લાગશે નહીં. સ્વાસ્થ્ય કારણોસર કતલખાનાઓ પર પ્રતિબંધ લાગ્યા છે. જે મંજૂરી વગર કેટલાક લોકો શેરીઓમાં ચલાવી રહ્યાં હતાં. ભાજપ જો સત્તામાં આવશે તો મને એવો વિશ્વાસ છે કે આવો કોઈ પ્રતિબંધ લાગશે નહીં.
અત્રે જણાવવાનું કે પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તી વધુ છે અને તેઓ મોટા પ્રમાણમાં બીફ ખાય છે. જેથી કરીને યુપીમાં યોગી સરકાર બન્યાં બાદ કતલખાના પર ચાલી રહેલી કાર્યવાહી પર ઓવૈસી સતત સવાલો ઊભા કરી રહ્યાં છે. સોમવારે તેમણે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે યુપીમાં માત્ર ગેરકાયદેસર નહીં પરંતુ કાયદેસર કતલખાના પણ બંધ કરાવવામાં આવી રહ્યાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.