Home વ્યાપાર જગત ત્રિમાસિક કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ...

ત્રિમાસિક કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

33
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૧.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૯૫.૬૩ સામે ૬૦૩૪૨.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૨૮૧.૫૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૭.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૧.૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૬૧૬.૮૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૪૮.૨૦ સામે ૧૮૦૨૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૯૪.૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૬.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૮૫.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. વિશ્વ પર ઓમિક્રોન – કોરોનાના ભરડાની સાથે ભારતમાં પણ કોરોનાનો ફરી વિસ્ફોટ થયા છતાં આ વખતે કોરોના વેરિઅન્ટ માઈલ્ડ રહી હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું રહેતાં ટૂંકાગાળામાં પરિસ્થિતિ અંકુશમાં આવી જવાની અને આ લહેર ટૂંક સમયમાં તેની ટોચ પર પહોંચી ઝડપી કેસોમાં ઘટાડો થવાના અંદાજો તેમ જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાલ તુરત વ્યાજ દરમાં વધારો મોકૂફ રાખવામાં આવશે અહેવાલોએ આર્થિક મોરચે ખાસ મોટો ફટકો નહીં પડવાના મૂકાવા લાગેલા અંદાજોએ ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી જોવા મળી હતી.

આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની ૧૨,જાન્યુઆરી ૨૦૨૨થી શરૂ થનારા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ – ટીસીએસના પરિણામ સાથે ત્રીજા ત્રિમાસિકની સીઝન અત્યંત સારા પરિણામોની રહેવાની અપેક્ષાએ અને અન્ય ક્ષેત્રની કંપનીઓ પણ આ વખતે સારા રિઝલ્ટ જાહેર કરશે એવા અંદાજોએ પાવર, યુટિલિટીઝ, આઇટી, ટેક અને રિયલ્ટી શેરોમાં તેજી થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ વખતે ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં વધારો મોકૂફ રાખવામાં આવશે એવી શકયતાના અહેવાલ અને બેંકોની પરિણામો સારા નીવડવાની અપેક્ષાએ ફંડોએ આજે બેંકિંગ શેરોમાં પણ તેજી કરી હતી. આ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લેવાલી નોંધાતા આજે રોકાણકારોની એક્ત્રિત સંપતિ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨૭૫.૨૧ લાખ કરોડની સપાટીએ પહોંચી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, બેઝિક મટિરિયલ્સ, ટેલિકોમ, એફએમસીજી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૩ અને વધનારની સંખ્યા ૧૯૩૩ રહી હતી, ૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૭૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકા દ્વારા વ્યાજ દરમાં સૂચિત વધારા સામે ઊભરતી બજારોએ તૈયાર રહેવાનું રહેશે એમ જણાવી ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા ચેતવણી ઉચ્ચારાઈ હતી કે  ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા કરતા વહેલા વધારા વૈશ્વિક નાણાં બજારોને અસર કરી શકે છે. વિદેશી માગ વધી રહેલા નાણાંકીય ખર્ચની અસરને સરભર કરી  રહી છે ત્યારે  અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નાણાં નીતિને તબક્કાવાર સખત બનાવવાના વ્યૂહે ઊભરતી બજારો પર સાધારણ અસર કરી હોત. પરંતુ, અમેરિકામાં વેતનમાં વધારો અથવા પૂરવઠામાં સતત અવરોધો ભાવમાં અપેક્ષા કરતા ઝડપી વધારો કરાવી શકે છે જેને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં અપેક્ષા કરતા ઝડપી વધારો કરી રહ્યું છે.

કોરોનાના ફરીથી ફેલાવા અને વ્યાજ દરમાં ઝડપી વધારાને કારણે રહેલા વધારાથી પડનારી આર્થિક અસર સામે ઊભરતી બજારોએ તૈયાર રહેવાનું રહેશે, એમ પણ આઈએમએફ દ્વારા જણાવાયું છે. દરમિયાન ગોલ્ડમેન સાચસના એક રિપોર્ટમાં ફેડરલ રિઝર્વ વર્તમાન વર્ષમાં ચાર વખત વ્યાજ દર વધારશે તેમ જણાવાયું હતું. ફેડરલ બેલેન્સ શીટ પરના બોજને દૂર કરવાની પ્રક્રિયા ડિસેમ્બરને બદલે જુલાઈથી શરૂ કરી શકે છે, તેવી પણ ગોલ્ડમેન દ્વારા ધારણાં મૂકવામાં આવી હતી. આગામી માર્ચ, જૂન અને સપ્ટેમ્બર દરમિયાન યુએસ ફેડ રિઝર્વ વ્યાજદર વધારશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં પણ રેટ-હાઇક કરી શકે છે.

Print Friendly, PDF & Email