ટીમ ઈન્ડિયાના કુલ 34 ખેલાડીઓને A+, A, B, C ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવ્યા
(જી.એન.એસ) તા. 21
મુંબઈ,
બીસીસીઆઈ દ્વારા ક્રિકેટ પ્લેયર્સના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં, ટીમ ઈન્ડિયાના કુલ 34 ખેલાડીઓને A+, A, B, C ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, A+ ગ્રેડ કેટેગરીના ખેલાડીઓને દરવર્ષે રૂ. 7 કરોડ મળે છે.
બીસીસીઆઈ દ્વારા દરવર્ષે વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં ખેલાડીઓના પર્ફોર્મન્સ, સાતત્ય અને યોગદાનના આધારે ગ્રેડ ફાળવણી થાય છે. તેમાં ગ્રેડ A+ માં વાર્ષિક રૂ. 7 કરોડ, ગ્રેડ Aમાં રૂ. 5 કરોડ, ગ્રેડ Bમાં રૂ. 3 કરોડ અને ગ્રેડ Cમાં રૂ. 1 કરોડ મળે છે.
બીસીસીઆઈ દ્વારા A કેટેગરીમાં શુભમન ગિલ, સિરાજને સ્થાન આપ્યું છે. તેમજ ઋષભ પંત, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા પણ ગ્રેડ Aમાં સામેલ છે. બીસીસીઆઈ એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કુલ 24 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓને અગાઉ સજાના ભાગરૂપે કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતાં.
ગ્રેડ B માં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, અને શ્રેયસ અય્યર સામેલ છે. જ્યારે ગ્રેડ Cમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટિદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરૂણ ચક્રવર્તી, હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.