(જી.એન.એસ),તા.૨૦
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. દરેક ક્રિકેટ ચાહક તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને દિવસોની ગણતરી કરી રહ્યા છે. શ્રેણીને લઈને ઘણી ઉત્સુકતા છે કારણ કે આ વખતે બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચો રમાવાની છે. ઈંગ્લેન્ડની ટીમ સિરીઝ માટે ભારત પહોંચવા જઈ રહી છે, જ્યારે ટીમ ઈન્ડિયા પણ જલ્દી જ પોતાનો ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવા જઈ રહી છે. આ બધાની વચ્ચે સમાચાર આવ્યા છે કે રિંકુ સિંહ પણ એક ઈંગ્લેન્ડ ટીમ સામે રમતા જોવા મળશે અને BCCIએ પણ આ વાતની જાહેરાત કરી છે. આ રીતે ભારત A ટીમમાં રિંકુની એન્ટ્રી થઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે. આ શ્રેણીની સાથે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે બીજી શ્રેણી પણ ચાલુ રહેશે જે પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. ભારત A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે બિનસત્તાવાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે, જેની પ્રથમ મેચ 17 જાન્યુઆરીએ અમદાવાદમાં શરૂ થઈ હતી. આ સીરીઝની વધુ 2 મેચ રમવાની છે અને BCCI એ આ માટે ટીમની જાહેરાત કરી છે. BCCIની મેન્સ સિનિયર સિલેક્શન કમિટીએ શુક્રવારે 19 જાન્યુઆરીએ સિરીઝની બીજી અને ત્રીજી મેચ માટે ટીમની જાહેરાત કરી હતી. આ બંને મેચમાં પણ ટીમની કમાન અભિમન્યુ ઇશ્વરના હાથમાં રહેશે પરંતુ શ્રેણીમાં કેટલાક વધુ ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. આમાં સૌથી લોકપ્રિય નામ રિંકુ સિંહનું છે. ટીમ ઈન્ડિયાના આ ઉભરતા વિસ્ફોટક બેટ્સમેનને ત્રીજી મેચ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ રિંકુ હાલમાં ઉત્તર પ્રદેશની ટીમ સાથે છે, જ્યાં તે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે.
આ ટીમમાં રિંકુ ઉપરાંત વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુંદર અને તિલક બંને મેચ માટે ઉપલબ્ધ રહેશે. આ બંને મેચ માટે અર્શદીપ સિંહ અને યશ દયાલની પણ પસંદગી કરવામાં આવી છે. આ સિવાય વિકેટકીપર કુમાર કુશાગ્ર અને ઉપેન્દ્ર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે કારણ કે ધ્રુવ જુરેલ અને કેએસ ભરત ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. બીજી મેચ 24મી જાન્યુઆરીથી અને ત્રીજી મેચ 1લી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ મેચો પણ માત્ર અમદાવાદમાં જ રમાશે. ક્રિકેટમાંથી બ્રેક લઈ રહેલા ઈશાન કિશન પણ આ સિરીઝમાં નહીં રમે. ઇશાન કિશને ગયા મહિને જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન માનસિક થાકનું કારણ આપીને ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે. કોચ રાહુલ દ્રવિડે અફઘાનિસ્તાન સીરીઝ પહેલા કહ્યું હતું કે ઈશાને પોતાને પસંદગી માટે ઉપલબ્ધ કરાવ્યો નથી. દ્રવિડે એમ પણ કહ્યું હતું કે તેણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે પરંતુ ઇશાન સતત બે રણજી મેચમાં આવ્યો ન હતો. હવે ભારત Aમાં પણ તેની પસંદગી થઈ નથી. સ્કવોડમાં બીજી મેચમાં અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા, કુમાર કુશાગરા, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, અર્શદીપ સિંહ, તુષાર દેશપાંડે, વિદ્વત કવેરપ્પા, ઉપેન્દ્ર યાદવ અને યશ દયાલ. અને સાથે સ્કવોડમાં ત્રીજી મેચમાં અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, તિલક વર્મા, રિંકુ સિંહ, કુમાર કુશાગરા, વોશિંગ્ટન સુંદર, શમ્સ મુલાની, અર્શદીપ સિંહ, તુષાર દેશપાંડે, વિદ્વત કવેરપ્પા, ઉપેન્દ્ર યાદવ, આકાશ દયાલ અને યશ દયાલ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.