Home વ્યાપાર જગત - BUSINESS ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ...

ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

91
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૧.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૦૧.૮૪ સામે ૫૯૭૭૬.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૪૦૧.૪૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૨૮.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૨.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૭૪૪.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૮૮.૬૫ સામે ૧૭૮૩૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૩૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૬.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૫૫.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત આજે તેજી સાથે થઈ હતી. વિશ્વમાં ફરી હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણે સ્વાસ્થય અને આર્થિક બન્નેની વિશ્વની ચિંતા વધારી દેતાં વૈશ્વિક બજારોની વિપરીત આજે ભારતીય શેરબજારોમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી તેરફી રૂખ જોવા મળી હતી. ભારતમાં પણ કોરોનાનો જાણે  કે જવાળામુખી ફાટયો હોય એમ પરિસ્થિતિ રોજબરોજ વિકટ બની રહી હોઈ લોકડાઉનના આકરાં પગલાં અનિવાર્ય બની ગયા હોઈ ગઇકાલે શેરબજારોમાં નવા વર્ષ ૨૦૨૨માં પ્રથમ વખત તેજીના અતિરેકને વિરામ બાદ આજે ફરી નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારોમાં ગઇકાલની ઓવરબોટ પોઝિશન હળવી કરીને વેચવાલી બાદ આજે વૈશ્વિક ચિંતા અને આર્થિક અધોગતિના એંધાણે સાવચેત બની છતાં ખરીદદાર બન્યા હતા. લોકલ ફંડોની સાથે છેલ્લા ફોરેન ફંડો – એફપીઆઈઝની શેરોમાં ખરીદી થવા લાગતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીનું  ચક્ર ગતિમાન રહ્યું હતું. ફંડોએ આજે બેઝિક મટિરિયલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી ફ્રન્ટલાઈન શેરોમાં તેજીનું તોફાન મચાવીને બીએસઇ સેન્સેક્સને ફરી ૬૦૦૦૦ની સપાટી ક્રોસ કરાવી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં જાન્યુઆરીથી ચાર લાખ ટનનો વધારો કરવાનો નિર્ણય લેવાયા છતાં વધી આવીને બ્રેન્ટના ૮૦ ડોલરની સપાટી કુદાવી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓટો અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૫ અને વધનારની સંખ્યા ૨૧૦૪ રહી હતી, ૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાનું સંક્રમણ ફરી અમેરિકા, યુરોપના દેશોમાં વધતું જોવાતાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે, ત્યારે શકય છે કે અમેરિકા સહિત યુરોપના દેશોએ અગાઉ સ્ટીમ્યુલસ અટકાવવાના અને બોન્ડ ટેપરીંગના લીધેલા નિર્ણયોમાં ટૂંકાગાળા માટે ફેરવિચારણા કરવાની આવશ્યકતા રહેશે. ફુગાવો-મોંઘવારીનું પરિબળ હજુ જોખમી બની રહ્યું છે, ત્યારે સિસ્ટમમાંથી વધુ પડતી પ્રવાહિતા પાછી ખેંચવાના અને વ્યાજ દરોમાં વધારો કરવામાં ફેરવિચારણા કરવાની અને હાલ તુરત ટૂંકાથી મધ્યમગાળા માટે અમેરિકા, યુરોપના દેશોની સાથે વિવિધ દેશો દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાનું મોકૂફ રાખવામાં આવી શકે છે. જેથી શકય છે કે પ્રવાહિતાની સ્થિતિ જળવાઈ રહી ફોરેન ફંડો-એફપીઆઈઝ જે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય શેરબજારોમાં અવિરત વેચવાલ બન્યા છે એ ફરી શેરોમાં ખરીદદાર બનીને ભારતીય શેરબજારને વર્ષ ૨૦૨૨માં નવી વિક્રમી ઊંચાઈએ લાવી દેશે.

નવા વર્ષમાં ભારતીય કંપનીઓના મોટા ભાગના અર્થતંત્ર ઝડપથી રિકવર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેઓ ક્ષમતા વધારવા અને ભરતીમાં ઝડપ વધારવાની પણ યોજના ધરાવે છે. એક સર્વેના તારણ મુજબ કંપનીઓ વર્ષ દરમિયાન અર્થતંત્રમાં તેજીની અપેક્ષા રાખે છે. ભારતીય રિઝર્વ બેંકએ ડિસેમ્બરની શરૂઆતમાં ભારતીય અર્થવ્યવસ્થાનું ઉજ્જવળ ચિત્ર તો રજૂ કર્યું હતું તેમ કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મોટા સંકોચન પછી, તે એવી સ્થિતિમાં આવી ગયું છે જેમાં ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ૧૩.૭ ટકા વધ્યો હતો. વૈશ્વિક આ સંભવિત પરિસ્થિતિ સાથે આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડવાની પૂરી શકયતા અને કેન્દ્રિય બજેટ બજારોને નવી ઊંચાઈએ લઈ જવા મહત્વનું ટ્રીગર બની રહે તો પણ નવાઈ ન પામશો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!
Next articleગ્લોબલ વોર્મિંગ એ ગંભીર સમસ્યાઓમાંથી એક છે
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.