(GNS),31
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુને એપી સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (APSSDC) સાથે સંબંધિત કૌભાંડમાં વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડુને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. આ કેસમાં 30 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જે બાદ આજે કોર્ટે ચુકાદો આપતાં તેને મેડિકલ ગ્રાઉન્ડ પર ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. આ માહિતી હાઈકોર્ટના વકીલ સુનાકારા કૃષ્ણમૂર્તિએ આપી હતી. હાલ કોર્ટના આદેશની નકલ આવવાની બાકી છે..
કોર્ટના આદેશ અનુસાર ચંદ્રબાબુ નાયડુને 24 નવેમ્બર સુધી શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે તેને 24 નવેમ્બરે આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટની શરતો અનુસાર ચંદ્રાબાબુ નાયડુ હોસ્પિટલ સિવાય કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. આ સાથે તેઓ કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં કે ફોન પર કોઈની સાથે વાત પણ કરી શકશે નહીં. કરોડો રૂપિયાના સ્કીલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ચંદ્રાબાબુ નાયડુ 50 દિવસથી વધુ સમયથી રાજમુંદરીની જેલમાં છે. CID દ્વારા 9 સપ્ટેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી.. અગાઉ તેણે વિજયવાડા કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી નિરાશ થઈને તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તમને જણાવી દઈએ કે રાજ્યની જગનમોહન રેડ્ડી સરકારે ચંદ્રાબાબુ નાયડુને અંદર રાખવા માટે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો હતો, જેથી તેઓ બહાર આવીને તેમની વિરુદ્ધ પ્રચાર ન કરી શકે, જોકે જગનમોહન સ્પષ્ટપણે નકારી રહ્યા છે કે ચંદ્રબાબુ નાયડુની કોઈપણ પ્રકારની સંડોવણી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.