Home મધ્ય ગુજરાત અમદાવાદ AMCની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી

AMCની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી

26
0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં શહેરમાં ડ્રગ્સ વેચાતું હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર ડ્રગ્સ વેચાતું હોવાનો આક્ષેપ કરતા તેઓએ સભાગૃહમાં ડ્રગ્સ લેવા માટે જે પાઈપ વપરાય છે તે લઇને આવ્યા હતા. ત્યારે આ મુદ્દે ભાજપના શાસકોએ જો સાબરમતી રિવરફ્રન્ટ પર ડ્રગ્સ વેચાતું હોય અને તેઓ લઇને આવ્યા છે તો તેમની સામે જ પોલીસ ફરિયાદ કરવી જોઇએ. જોકે, તેમની સામે જ કાર્યવાહી કરવાનું કહેતા સભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસ અને ભાજપ કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. વિપક્ષના શહેજાદખાન પઠાણ પાસેથી પાઈપ લેવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષના નેતા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર સિક્યુરિટીને લઈ અને સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. 373 જેટલા સિક્યુરિટી ગાર્ડ છે છતાં પણ રિવરફ્રન્ટ પર જ્યારે હું ગયો હતો. ત્યારે 16થી 17 વર્ષના છોકરાઓ ડ્રગ્સ લેતા જોવા મળ્યા હતા. એનો હું પુરાવો લઈને આવ્યો છું. વિપક્ષના નેતાએ ડ્રગ્સ લેવા માટે જે પાઇપ વાપરવામાં આવે છે તે ડેપ્યુટી મેયર અને સભાગૃહ સમક્ષ રજુ કરી હતી. ત્યારે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે સામે જણાવ્યું હતું કે, ગુજરાત સૌથી વધારે ડ્રગ્સ પકડવા વાળું રાજ્ય છે અને જો તમને ત્યાં ડ્રગ્સ લેતા લોકો દેખાયા હતા તો તમારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ.

અને ત્યાંથી જ 100 નંબર પર ફોન કરવો જોઈએ. શા માટે તમે તેવું ના કર્યું. ડ્રગ્સ વેચાતું હોવાનો આરોપ ખોટો છે. ડ્રગ્સ વેચાતું હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા ભાજપના કોર્પોરેટરો અને શાસકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જો ડ્રગ્સ વેચાતું હોવાનું તેઓ સભાગૃહમાં લઈને આવ્યા છે તો ખુદ શહેઝાદખાન સામે જ ગુનો દાખલ કરવો જોઈએ કે ડ્રગસ લઈને તેઓ સભાગૃહમાં આવ્યા છે. આ રીતે કોર્પોરેટરોએ બોલતા જ વિપક્ષના નેતા સીધા ડેપ્યુટી મેયર સમક્ષ દોડી ગયા હતા અને જે પાઇપ લઈને આવ્યા હતા તે તેમને પાછી લઈ લીધી હતી. જેથી ભાજપના કોર્પોરેટરો તેને તેમની પાસેથી પહોંચ્યા હતા તેમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં પૂરપાટ ઝડપે આવતી AMTS બસ BRTSની રેલિંગ તોડી પેટ્રોલ પંપમાં ઘૂસી
Next articleકલોલમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરે શોર્ટકર્ટથી રૂપિયા કમાવવા નોટ છાપી હોવાનો થયો ખુલાસો