(જી.એન.એસ) તા. 24
નવી દિલ્હી,
ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા બાદ હવે ગુરૂવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાને ધ્યાને રાખતા મહત્ત્વની મનાઈ રહી છે. ત્યારબાદ આજે સાંજે સર્વદળીય બેઠક બોલાવાઈ હતી.
નવી દિલ્હીમાં સર્વદળીય બેઠક શરૂ થઈ ચૂકી છે. જેની અમિત શાહ, રાજનાથ સિંહ અને જયશંકર બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. સર્વદળીય બેઠકમાં કિરેન રિજિજૂ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જેપી નડ્ડા, સપાના રામગોપાલ યાદવ, બીજૂ જનતા દળના સસ્મિત પત્રા, ડીએમકેના ત્રિચી શિવા, આપના સંજય સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર છે. આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સંસદીય કાર્ય સચિવ, આઈબી ડાયરેક્ટર પણ હાજર રહ્યા. સર્વદળીય બેઠકમાં પહલગામ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન પળાયું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.