Home મનોરંજન - Entertainment આલિયા ભટ્ટની હોલીવુડ ડેબ્યૂ માટે અભિનેત્રીના ચાહકોએ અને નેટીઝન્સે પ્રશંસા કરી

આલિયા ભટ્ટની હોલીવુડ ડેબ્યૂ માટે અભિનેત્રીના ચાહકોએ અને નેટીઝન્સે પ્રશંસા કરી

87
0

(જી.એન.એસ),તા.૧૦

મુંબઈ

અભિનેત્રી આલિયા ભટ્ટ હોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે અભિનેત્રી આલિયા ભટ્ટના ચાહકો અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રી પણ તેની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી‘ની સફળતાનો આનંદ માણી રહી છે. ટ્વીટર હેન્ડલ પર ફિલ્મ વિવેચક તરણ આદર્શે લખ્યું, “આલિયા ભટ્ટ હોલીવુડ ડેબ્યુ કરી રહી છે અને નેટફ્લિક્સ પર ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન્સમાં ગેલ ગેડોટ સાથે જોડાય છે. #આલિયા ભટ્ટ # નેટફ્લિક્સ #ગેલગડોટ તરણ આદર્શનું આ ટ્વિટ ટ્વિટર પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અનેક યુઝર્સ આ અંગે પોતાની પ્રતિક્રિયા જણાવી રહ્યા છે. તાજેતરમાં આલિયા ભટ્ટે એવો ખુલાસો કર્યો હતો કે તેણીએ લોકડાઉન દરમિયાન શરીરના વજનની સમસ્યાઓ અને બોડી ઈમેજની સમસ્યાઓના કારણે એક  થેરાપી પણ લીધી હતી. તેણીએ જણાવ્યું કે આ થેરાપીનો મુખ્ય હેતુ તેના મનને સ્વચ્છ કરવા અને શાંત કરવા માટેનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટની કો-સ્ટાર ગેલ ગડોટે પણ તેણીને સોશિયલ મીડિયા પર તાળીઓના ઈમોજી દર્શાવીને આલિયાને હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા છે. આલિયા ભટ્ટએ અત્યારે બોલિવૂડની ‘Most Happening Actress’માંની એક ગણાય છે. આલિયા ભટ્ટના હોલિવૂડ ડેબ્યૂના સમાચાર આવ્યા બાદ તેણી તમામ લાઈમલાઈટ પર કબજો જમાવી રહી છે. હવે હોલીવુડમાં પણ તેના શાનદાર અભિનયને નિહાળવા માટે આલિયાના ચાહકો તલપાપડ બની રહ્યા છે. તેણી નેટફ્લિક્સના આગામી શો ‘હાર્ટ ઓફ સ્ટોન‘માં હોલિવૂડની જાણીતી અભિનેત્રી ગેલ ગડોટ અને અભિનેતા જેમી ડોર્નન સાથે અભિનય કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field