Home ગુજરાત વલસાડ ખાતેની ટુર્નામેન્ટમાં અમદાવાદની ટીમ ચેમ્પિયન બની

વલસાડ ખાતેની ટુર્નામેન્ટમાં અમદાવાદની ટીમ ચેમ્પિયન બની

80
0

(જી.એન.એસ),તા.૨૩


વલસાડ


વલસાડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી તથા કમાલભાઈ પટેલ રાબડા પુરસ્કૃત ગુજરાતમાં પ્રથમવાર વલસાડમાં રમાયેલી અંડર ૧૯ આંતર જિલ્લા સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અમદાવાદની ટીમ ભરૂચની ટીમને ૭ વિકેટે હરાવી ચેમ્પિયન બની હતી. ટોસ જીતી પ્રથમ દાવમાં ભરૂચની ટીમ ૮૫ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં અમદાવાદની ટીમે ૧૭.૫ ઓવરમાં લક્ષ્યાંક પૂર્ણ કરી મેચ જીતી લીધી હતી. જીસીએના સેક્રેટરી અશોકભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હાર જીત આપણી મહેનત પર આધાર રાખે છે. સંજાેગો બદલાતા હોય છે, કોઈક વખત આપણી ભૂલો આપણને હરાવી દેશે અને શ્રેષ્ઠ પ્રયાસ આપણને મેચ જીતાડી આપી શકે છે. જ્યારે તક મળે પોતાની અંદર રહેલી તમામ શક્તિઓ અર્પણ કરવાનો પ્રયાસ કરવો જાેઈએ, સફળતા ચોક્કસ મળશે. જાેઈન્ટ સેક્રેટરી અનિલ ભાઈ પટેલે ટુર્નામેન્ટના આયોજન બદલ બીડીસીએના માનદ મંત્રી જનકભાઈની સરાહના કરી હતી. નોંધનીય છે કે ફાઇનલમાં અમદાવાદ ટીમના કેપ્ટન પ્રાંશું બધેકાએ ૬.૫ ઓવરમાં ૧૪ રન આપી ૬ વિકેટ ઝડપી હતી. જીસીએના જુનિયર હેડ કોચ હિતેશ મજુમદાર, બિમલ ભાઈ જાડેજા, બીડીસીએના માનદ મંત્રી જનક ભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટનું સંચાલન હેમંત પચાલ, હીરાલાલ ટંડેલ, સંતોષ દેસાઈ પ્રવીણ બલસારા એ કર્યું હતું. ટુર્નામેન્ટનું આયોજન સરદાર પટેલ સ્ટેડિયમ અને રાબડા ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ઉપર કરાયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field