Home દેશ - NATIONAL Adani Ports મુન્દ્રાએ પ્રથમ ક્વાટરમાં 51.2 MMT કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ નોંધાવ્યો, અગાઉના...

Adani Ports મુન્દ્રાએ પ્રથમ ક્વાટરમાં 51.2 MMT કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ નોંધાવ્યો, અગાઉના રેકોર્ડ કરતાં 7.3% નો વધારો થયો

31
0

(જી.એન.એસ),તા.૦૩

મુંબઈ,

Adani Ports and Special Economic Zone Limited કામગીરીમાં સતત નવા સિમાચિહ્નો હાંસલ કરી રહ્યું છે. APSEZ એ જૂન 2024માં કાર્ગો વોલ્યુમમાં ફરી એકવાર નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 51.2 MMT હેન્ડલ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે જે તેના અગાઉના રેકોર્ડ કરતાં 7.3% નો વધારો દર્શાવે છે. છેલ્લું સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ 47.7 MMT હતું જે નાણાકીય વર્ષ 2023 24 ના Q-3 માં હાંસલ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ ઉપરાંત અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ કન્ટેનર ટ્રેન હેન્ડલિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જૂન 2024 માં 1,594 કન્ટેનર ટ્રેન હેન્ડલ કરી જેમાં કુલ 1,68,000 કન્ટેનર મુવમેન્ટ થયા હતા. આ રેકોર્ડ અગાઉના રેકોર્ડને વટાવી ગયો હતો.  માર્ચ 2024 માં   1,573 કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરી અને 162,000 કન્ટેનર મૂવમેન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સથરે APSEZ ની વાર્ષિક કાર્ગો વોલ્યુમ ક્ષમતા 12 ટકા વધીને 37 મિલિયન મેટ્રિક ટન (MMT) સુધી પહોંચી ગઈ છે. આ કામગીરી અંતર્ગત કન્ટેનરના જથ્થામાં વાર્ષિક 33 ટકાનો વધારો તેમજ પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 8 ટકાનો વધારો નોંધાયો છે. અદાણી ગ્રૂપના પોર્ટ બિસનેસના વોલ્યુમમાં વાર્ષિક 24 ટકાનો વધારો થયો છે, જેમાં દસ સ્થાનિક બંદરોએ તેમના અત્યાર સુધીના સૌથી વધુ કાર્ગો વોલ્યુમો રેકોર્ડ કર્યા છે. 30 જૂન, 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં અદાણી પોર્ટ્સે કુલ 109 MMT કાર્ગો વોલ્યુમ નોંધ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 7.5 ટકાનો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કન્ટેનર કાર્ગોમાં 18 ટકા અને પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 11 ટકાના વધારાને કારણે થઈ હતી. લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં APSEZ એ ત્રિમાસિક રેલ વોલ્યુમમાં 19 ટકાનો વધારો જોયો હતો, જે 156,590 TEUs સુધી પહોંચ્યો હતો, અને GPWIS વોલ્યુમમાં કુલ 5.56 MMT 28 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો હતો. કટ્ટુપલ્લી બંદરે તેના અત્યાર સુધીના સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 1.36 MMTનું સંચાલન કર્યું છે. એપ્રિલ 2024માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 420 MMT સંભાળ્યું હતું, જે વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે માર્ચ  2024માં 38 MMT કરતાં વધુ માસિક વોલ્યુમ જોવા મળ્યું હતું. એક અહેવાલ પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં APSEZનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 37 બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું. તે બેઇજિંગ-શાંઘાઈ હાઇ સ્પીડ રેલ્વે કંપનીને પણ વટાવી ગયું હતું. વધતા કાર્ગો વોલ્યુમના આ સીમાચિહ્નરૂપ આંક કંપનીના S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સમાં ઉપરની દિશા સૂચવે છે. APSEZ એ 31 માર્ચ, 2024 (FY24) ના વર્ષમાં ભારતના કુલ કાર્ગોના 27 ટકા અને કન્ટેનર કાર્ગોના 44 ટકાનું સંચાલન કર્યું હતું. અદાણી પોર્ટ્સે નાણાકીય વર્ષ 2024 માં ભારતના તમામ કાર્ગો વોલ્યુમના ચોથા ભાગ કરતાં વધુનું સંચાલન કર્યું હતું. કંપનીના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને જોતા જાણીતા બ્રોકીંગ ફર્મ્સ અદાણી પોર્ટ્સના શેરોના ભાવમાં ઉછાળો થવાની સંભાવનાઓ જોઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોરબંદરના માધવપુરમાં ઘેડમાં ભારે વરસાદ પડ્યો, 22 ગામ સંપર્ક વિહોણા બન્યા
Next articleશિક્ષકોની ભરતીને લઈને 24 હજાર 700 જગ્યાઓ ઉપર કરાશે શિક્ષકોની ભરતી