Home ગુજરાત ઉત્તર ગુજરાત ACBએ ખંભાતમાં લાંચ માંગતા કોન્સ્ટેબલને ધરપકડ કરી, ACBએ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો નોંધી...

ACBએ ખંભાતમાં લાંચ માંગતા કોન્સ્ટેબલને ધરપકડ કરી, ACBએ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

5
0

(જી.એન.એસ) તા.૧૮

આણંદ,

જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યા ખંભાતમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ગ 3ના કોન્સ્ટેબલે રૂપિયા 2 લાખની માંગણી કરતા ACBએ છટકું ગોઠવી આરોપી રોશનકુમાર વણકર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાતમાં ફરિયાદીના મિત્ર સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 200000ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી ફરિયાદીને બીજા રૂપિયા 30000 રૂપિયા ઉમેરીને કુલ રૂપિયા 1500000ની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેને એ.સી.બી. ના ટોલ ફ્રી નં. 1064 ઉપર સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીએ બાદમાં આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ આપી હતી. જેથી એ.સી.બી.એ ફરિયાદીની ફરિયાદ આધારે 16 જાન્યુઆરીએ લાંચના છટકાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. જેમાં આરોપીએ મોજે કલોદરા ગામ ત્રણ રસ્તાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માગણી કરી હતી. .સી.બી.એ તુરંત આરોપીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો. જેમાં લાંચીયા અનાર્મ પોલીસ કોન્સટેબલ રોશનકુમાર જગદીશભાઇ વણકર જે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેની ધરપકડ કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field