Home દેશ - NATIONAL યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે મુંબઈમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે મુંબઈમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

95
0

(જી.એન.એસ),તા.૨૫


મુંબઈ


યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે પણ નવી દિલ્હીમાં હેલ્પલાઈન શરૂ કરી અને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે કેન્દ્રીય વિદેશ મંત્રી કાર્યાલય, નવી દિલ્હી દ્વારા ટોલ ફ્રી – 1800118797, 011-22012113/23014105/2317905, તેમજ ફેક્સ 011-23088124 situationroom@mea.gov.in જાહેર કરવામાં આવ્યા છે. અને બીજી તરફ વિદ્યાર્થીઓની મદદ માટે રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોત યુક્રેનમાં ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છે. ગેહલોતે અધિકારીઓ સાથે પણ વાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ આ અંગે વડાપ્રધાનને પત્ર પણ લખી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા લગભગ 250 વિદ્યાર્થીઓનો કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ગ્રુપમાં તેમની સમસ્યાઓ શેર કરી રહ્યા છે અને અધિકારીઓ તેમને મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. રાજસ્થાન ફાઉન્ડેશનના અધ્યક્ષ ધીરજ શ્રીવાસ્તવની દેખરેખ હેઠળ જયપુરમાં એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. આ કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 0141-2229091 અને 0141-2229111 સાથે 8306009838 વોટ્સએપ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન નંબર દ્વારા યુક્રેનમાં ફસાયેલા રાજસ્થાની વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ભારતના મહારાષ્ટ્ર રાજ્યના યુક્રેનમાં ફંસાયેલા નાગરિકો માટે મુંબઈમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રાજીવ નિવતકરે કહ્યું કે, જે કોઈ નાગરિક કે વિદ્યાર્થી ફસાયેલા હોય તો તે નાગરિકને જિલ્લા કંટ્રોલ રૂમ, જિલ્લા કલેક્ટર ઑફિસ શહેરનો 022-22664232 પર સંપર્ક કરવા અને mumbaicitync@gmail.com પર ઇમેઇલ કરવા અપીલ કરી છે. મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રાજીવ નિવાટકરે અપીલ કરી છે કે જો મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટનો કોઈ નાગરિક કે વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયેલો હોય તો તેણે મુંબઈ સિટી કલેક્ટર કચેરી ખાતેના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ મુંબઈ સહીત મહારાષ્ટ્રના સેંકડો પરિવારો પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. બંને દેશો વચ્ચે હાલની યુદ્ધની સ્થિતી છે. મુંબઈ સહીત દેશના અલગ અલગ ભાગમાં રહેતા લોકો, વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. ભારત સરકાર તેમને પાછા લાવવાના ભરપુર પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર પણ ફંસાયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ તરફ મુંબઈના જિલ્લા કલેક્ટર રાજીવ નિવતકરે યુક્રેનમાં ફસાયેલા મુંબઈના નાગરિકો અને વિદ્યાર્થીઓને સિટી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સૂચન કર્યું છે કે યુક્રેનમાં ફસાયેલા મહારાષ્ટ્રના નાગરિકોની સ્થિતિ પર ધ્યાન આપવા અને તેમને સ્વદેશ પરત લાવવા માટે વિદેશ મંત્રાલયે મુખ્ય સચિવ સાથે યોગ્ય રીતે સંકલન કરવું જોઈએ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્રને યુક્રેનમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કાળજી લેવા અને ત્યાં તેમની સ્થિતિ શું છે તેની કાળજી લેવા જણાવ્યું હતું. કારણ કે અત્યારે યુક્રેનમાં સ્થિતિ ભયાનક છે. તેથી, ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો અને મુખ્ય સચિવ સાથે આ બાબતે ચર્ચા કરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field