(જી.એન.એસ)તા.૨૭
વડોદરા,
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ કોમ્પ્યુટર એન્જિનિયર છે અને હું મારા પુત્ર સાથે પરિવાર જોડે રહું છું. વર્ષ 2013માં ઈકબાલ ઈબ્રાહીમભાઇ રાઠોડ નામના વ્યક્તિ સાથે મારે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ 2014માં તેના લગ્ન અન્ય મહિલા સાથે થઈ જતા મેં તેને કહ્યું હતું કે આપણે કોઈ મિત્રતા રાખવી નથી. ત્યારબાદ 2017માં મેં લગ્ન કર્યા હતા. ગત 15મી સપ્ટેમ્બરે રાત્રે 8:00 વાગે મારા મોબાઈલ પર ઈકબાલનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ બીજે દિવસે સવારે મેં તેને ફોન કરીને કહ્યું કે, મને ફોન કે મેસેજ ના કરીશ મારા લગ્ન થઈ ગયા છે અને તારા પણ લગ્ન થઈ ગયા છે. તેમ છતાં ઈકબાલ ફેસબુક પર કોલ કરીને મને તથા મારા પતિને ગાળો બોલતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.