(જી.એન.એસ)તા.૨૭
ભાવનગર,
સિહોર પંથકમાં અલગ-અલગ પાંચ સ્થળે મંડાયેલી જુગારની બાજી પર પોલીસે દરોડા પાડી ૧૦ જુગારીને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત તીનપત્તીનો જુગાર રમતા બે પત્તાપ્રેમી ઘોઘા પોલીસની ઝપટે ચડી ગયા હતા. પ્રથમ બનાવની મળતી વિગત અનુસાર સિહોરની એકતા સોસાયટી, સરકારી ગોડાઉન પાછળ ખુલ્લી જગ્યામાં આજે ગુરૂવારે સવારના સમયે તીનપત્તીનો જુગાર રમતા મેહુલ શૈલેષભાઈ પટેલ અને મુકેશ રમેશભાઈ ચીભડિયાને સિહોર પોલીસે ઝડપી લીધા હતા. બીજા બનાવમાં સિહોરના રેલવે સ્ટેશન રોડ, ક્રિકેટ છાપરી મેદાન, નાળા પાસે બાવળ નીચે તીનપત્તીના હારજીતની જુગારની બાજી માંડીને બેઠેલા કલ્પેશ રમેશભાઈ ખેસ્તી, દીપક દિનેશભાઈ મણસાતરને સિહોર પોલીસે પકડી પાડયા હતા. ત્રીજા બનાવમાં સિહોરના ખાંભા ગામે બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં જુગટૂં ખેલતા તુલસી અરજણભાઈ જાદવ અને કલ્પેશ મથુરભાઈ જાદવને સિહોર પોલીસે ઝડપી લીધા હતા. ચોથા બનાવમાં સિહોરના ધુમડશા વિસ્તારમાં, પીરબાપાની દરગાહની દિવાલ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા પ્રકાશ નારણભાઈ પરમાર, રાજુ ગોવિંદભાઈ ધતુરાતર તેમજ પાંચમાં બનાવમાં સિહોરમાં જેન્બર્ક કંપનીની સામેના મેદાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચિરાગ ધનજીભાઈ બાંભણિયા અને પ્રતાપ ઘેલાભાઈ રાઠોડ નામના શખ્સોને રોકડ, ગંજીપાના સાથે સિહોર પોલીસે ઝડપી લઈ પાંચેય બનાવ અંગે પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ અલગ-અલગ ફરિયાદ દાખલ કરી હતી. છઠ્ઠા બનાવમાં ઘોઘા પોલીસના સ્ટાફે જીતેન્દ્ર ગગજીભાઈ બારૈયા અને બાબુ છગનભાઈ ચૌહાણ નામના બે શખ્સને તીનપત્તીનો જુગાર રમતા રોકડ, ગંજીપાના સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઢડા તાલુકાના ઢસા ગામે ચાર રસ્તા, રસનાળ રોડ પાસે ગઈકાલે બુધવારે સાંજના સમયે સંજય જગદીશભાઈ ડાભી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમી-રમાડતા ઢસા પોલીસે ઝડપી લઈ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.