Home દુનિયા - WORLD ઇઝરાયલે ૧૫૦૦ કરોડનો દારૂગોળો વરસાવ્યો : ૧૨ શહેરો ખંડેર થઇ ગયા

ઇઝરાયલે ૧૫૦૦ કરોડનો દારૂગોળો વરસાવ્યો : ૧૨ શહેરો ખંડેર થઇ ગયા

33
0

હિઝબુલ્લાહના રોકેટ લોન્ચ પેડ, હવાઈ અડ્ડાઓ નેસ્તનાબુદ કરી દેવાયા, અડધી સૈન્ય શકિત તબાહ

(જી.એન.એસ),તા.26

તેલઅવિવ,

ઇઝરાયેલી સેના જે રીતે લેબનોનમાં વિનાશ મચાવી રહી છે તેનાથી સંકેત મળે છે કે હિઝબુલ્લાહનો અંત ખૂબ નજીક છે. હિઝબુલ્લાહની હાલત ગાઝામાં હમાસ જેવી જ છે. માત્ર ચાર દિવસના ઓપરેશન દરમિયાન, ઈઝરાયેલે હિઝબુલ્લાહના ૯૦ ટકા નેતૃત્વને નષ્ટ કર્યું એટલું જ નહીં પરંતુ તેની અડધી લશ્કરી તાકાતનો પણ નાશ કર્યો. ઇઝરાયેલને આટલી મોટી સફળતા એટલા માટે મળી કારણ કે IDFએ એક દિવસમાં હિઝબુલ્લા પર ૧૫૦૦ કરોડ રૂપિયાની મિસાઇલોનો વરસાદ કર્યો. ઈઝરાયેલના અકલ્પનીય હુમલામાં માત્ર હિઝબુલ્લાહની ટોચની નેતાગીરી જ ખતમ થઈ નથી પરંતુ તેની લશ્કરી તાકાત પણ અડધી થઈ ગઈ છે. ઈઝરાયેલ અને અમેરિકાનું કહેવું છે કે ઓપરેશન નોર્ધન એરોને કારણે હિઝબુલ્લાહનું અડધું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર તેણે ૧ દિવસમાં લેબનોનમાં ૧૫૦૦ કરોડ રૂપિયાની મિસાઈલ છોડી છે. IDFએ તેના અહેવાલમાં કહ્યું છે કે હવે હિઝબુલ્લાના ટોચના નેતૃત્વમાં માત્ર ત્રણ લોકો જ બચ્યા છે. આ છે ચીફ હસન નસરાલ્લાફ, હિઝબુલ્લાના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કરાકી અને બદર યુનિટના વડા અબુ અલી. હવે હિઝબુલ્લાહના નેતૃત્વમાં માત્ર આ ત્રણ લોકો જ બચ્યા છે, બાકીના ૧૮ લોકોને ખતમ કરી દેવામાં આવ્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહની અડધી સૈન્ય શક્તિનો નાશ કર્યો છે. IDF અનુસાર, ત્રણ દિવસ પહેલા સુધી હિઝબોલ્લાહ પાસે ૧ લાખ ૪૦ હજાર રોકેટ અને મિસાઈલોનો ભંડાર હતો, પરંતુ ઈઝરાયેલે ભીષણ હુમલામાં હિઝબુલ્લાના અડધા રોકેટ અને મિસાઈલોને નષ્ટ કરી દીધા છે. એટલે કે લગભગ ૭૦ હજાર રોકેટ અને મિસાઈલ બળી ગયા છે. હવે હિઝબુલ્લાહ પાસે લગભગ ૭૦ હજાર રોકેટ અને મિસાઈલ બાકી છે.

IDF દાવો કરે છે કે તેણે ફિઝબુલ્લાહના ૫૦ ટકા હથિયારો, તેના લગભગ ૫૦ ટકા રોકેટ લોન્ચ પેડ્સ અને તેના 50 ટકા પાયાને કાટમાળમાં ફેરવી દીધા છે. એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલના હુમલાનો આગામી તબક્કો લેબેનોનમાં શરૂ થવાનો છે. એટલા માટે ઇઝરાયેલી સૈન્ય દક્ષિણ લેબનોનને ખાલી કરી રહ્યું છે, IDF એ ફરીથી પત્રિકાઓ છોડી દીધી છે જેમાં લોકોને શક્ય તેટલી વહેલી તકે દક્ષિણ લેબનોન છોડવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિોમન નેતન્યાહુએ લેબનોનના લોકોને અંતિમ ચેતવણી આપતા કહ્યું કે જો લોકો હિઝબુલ્લાહને મિસાઈલ અને ગનપાઉડર પોતાના ઘરમાં રાખવા દેશે તો તેમના ઘરો ચોક્કસ બરબાદ થઈ જશે. બીજી તરફ, IDF દ્વારા પડતી પત્રિકાઓને કારણે લેબનોનમાં હલચલ મચી ગઈ છે. આ સ્લિપ્સમાં એક QR કોડ છે. IDFએ કહ્યું છે કે લોકોએ આ QR કોડને તેમના ફોનથી સ્કેન કરવો જોઈએ, સ્કેન કર્યા પછી લોકોને ખબર પડશે કે કયો વિસ્તાર ખાલી કરવો અને ક્યાં જવું. પરંતુ હિઝબુલ્લાએ લોકોને QR કોડ સ્કેન ન કરવાની અપીલ કરી છે. હિઝબુલ્લાએ કહ્યું છે કે આ પેજર હુમલા જેવું મોસાદનું ખતરનાક કાવતરું છે. જો બારકોડ સ્કેન કરવામાં આવશે તો લોકોના ફોન હેક થઈ જશે. તેમની માહિતી ઈઝરાયેલની સેના સુધી પહોંચશે. જેનો તે હુમલા માટે ઉપયોગ કરશે. લોકો ગભરાટ વચ્ચે દક્ષિણ લેબનોન છોડી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે હવે IDF લેબનોનમાં પ્રવેશ કરશે અને હિઝબુલ્લાહ વિરૂદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરશે. દેખીતી રીતે લેબનોન યુદ્ધ જે રીતે વિસ્તરી રહ્યું છે. તે સાબિતી છે કે અરેબિયામાં એક મહાન યુદ્ધ શરૂ થયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં ત્રણ માળના મકાનમાં લાગી ભીષણ આગ 1નું મોત, 5 ગંભીર
Next articleવિપક્ષે કેનેડિયન પીએમ ટ્રુડોની સત્તાને ઉથલાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી!