Home ગુજરાત ભાવનગર ગામમાં થારે બાઇકને અડફેટેમાં લઈને પિતા-બે પુત્રોને મોતને ઘાટ ઉતારીયા

ભાવનગર ગામમાં થારે બાઇકને અડફેટેમાં લઈને પિતા-બે પુત્રોને મોતને ઘાટ ઉતારીયા

18
0

(જી.એન.એસ)તા.૨૫

ભાવનગર ,
શહેરના કાળિયાબીડ, ભગવતી સર્કલ નજીક ગત મોડીરાત્રે પૌત્રને લઈને બાઈક પર જઈ રહેલા પ્રૌઢને પાછળથી થાર ફોરવ્હીલના ચાલકે અડફેટે લઈ પછાડી દિધા હતા. જો કે, કારમાં રહેલાં પાંચ નબીરાઓએ બાઈકચાલક પ્રૌઢની મદદ કરવાના બદલે તેમની સાથે તકરાર શરૂ કરી દિધી હતી. તેવામાં સ્થળ પર આવેલાં પ્રૌઢના બન્ને પુત્રો સાથે પણ તકરાર વધતાં પાંચેય શખસોએ પ્રૌઢ અને તેમના બન્ને બન્ને પુત્રો સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. તો, પ્રૌઢના પુત્રના ખિસ્સામાંથી રૂ.૫૦ હજાર રોકડા કાઢી  લીધા હતા. બનાવના પગલે મોડીરાત્રે વિસ્તારમાં ટોળાં એકઠા થયા હતા. ભાવનગર શહેરના છેવાડાના વિસ્તાર એવાં કાળિયાબીડ, ભગવતી સર્કલ નજીક રાત્રિના સુમારે વાહનો પર બેસી અડીંગો જમાવી ટોળાં દ્વારા બેઠકો જામતી હોવાની વ્યાપક ફરિયાદો પોલીસને મળી છે પરંતુ, સગાવાદ અને લાગવગમાં તણાયેલી પોલીસ દ્વારા આ વિસ્તારમાંથી આવારા અને ખોટી રીતે કબ્જો જમાવી બેસતાં તત્વો સામે કોઈ કાર્યવાહી કરતી નથી. જેના કારણે આવારા તત્વોને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય તેમ અહીં તકરાર, ઝઘડાના બનાવોની ફરિયાદો રોજિંદી ઘટના બની છે. દરમિયાનમાં ગતમોડીરાત્રે બનેલાં બનાવની વિગતે એવી છે કે, શહેરના કાળિયાબીડ,ભગવતી સર્કલ પાસે આવેલ ન્યુ ભગવતી સોસાયટી, પ્લોટ નં.૩૦૬૨માં રહેતા લક્ષ્મણભાઈ વશરામભાઈ કિકાણી ( ઉં.વ.૬૦) ગત સોમવાર રાત્રિના ૧૧ કલાક આસપાસ તેમના પૌત્ર રુદ્રને આટો મરાવવા માટે તેમનું મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળી ભગવતી સર્કલથી આગળ સરદાર પટેલ સ્કૂલ તરફ જતા હતા ત્યારે બજરંગદાસ બાપાની મઢુલી પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કાળા કલરની થાર ફોરવ્હીલ કારના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશાહબાઝ શરીફ ઝાકિર નાઈકને ફોન કરવા બદલ પાકે ઘેર્યા
Next articleવડોદરામાં આવેલી ડાયમંડ જુબેલી ટ્રસ્ટ હોસ્ટેલમાં વિદ્યાર્થીએ પંખા પર ફાંસો ખાઈ મોતને વાહલું કર્યું