(જી.એન.એસ) તા.૨૩
રાજકોટ,
રાજકોટ નજીક માલીયાસણ ચોકડી બ્રીજ નીચેથી પસાર થયેલી સ્વીફટ કારમાંથી એલસીબી ઝોન-૧ના સ્ટાફે ૩.૮૯૬ કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપી રાહીલ અમીન મીનાપરા (ઉ.વ.૨૧, રહે. ઘનશ્યામનગર મેઇન રોડ, દેવપરા) અને અલીઅહેમદ હનીફ નકાણી (ઉ.વ.૨૩, રહે. સાગરનગર, ભવાની ચોક, કોઠારીયા રોડ)ને ઝડપી લીધા હતા. જ્યારે બે આરોપી ફૈઝાન જાહીદ ડેલા અને અદનાન ધાડા (રહે. બંને સુમરા સોસાયટી, કોઠારીયા રોડ) ભાગી જતાં બંનેની શોધખોળ શરૃ કરી છે. એલસીબી ઝોન-૧ના પીએસઆઈ બી.વી. બોરીસાગરને દારૃ અંગે બાતમી મળતાં પરોઢિયે માલીયાસણ ચોકડી પાસે બ્રીજ નીચે વોચ ગોઠવી હતી. પરંતુ બાતમી મુજબ દારૃ મળ્યો ન હતો. જેથી વાહન ચેકીંગ જારી રાખ્યું હતું. આ દરમિયાન બ્લ્યુ કલરની સ્વીફટ કાર નીકળી હતી. જેનો ચાલક અને અંદર બેઠેલા શખ્સો એલસીબી ઝોન-૧ના સ્ટાફને જોઇ હાંફળા ફાફળા થઇ ગયા હતા. જેને કારણે કાર ડીવાઇડર સાથે અથડાઇ હતી. તે સાથે જ અંદર બેઠેલા બે શખ્સો કારમાંથી ઉતરી ભાગ્યા હતા. જેને કારણે એલસીબી ઝોન-૧ના સ્ટાફને શંકા જતાં કારની તલાશી લેતા અંદરથી ૩ કિલો ૮૯૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે પાછળની સીટના પગ રાખવાના ભાગે પડયો હતો. જેથી ગાંજાની કિંમત રૃા. ૩૮,૯૬૦ ગણી હતી. કાર અને ત્રણ મોબાઇલ ફોન ઉપરાંત રોકડા રૃા. ૬,૧૭૦ મળી કુલ રૃા. ૫.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા રાહીલ અને અલીઅહેમદની પૂછપરછ કરતાં ગાંજાનો આ જથ્થો સુરતના રેલવે ટ્રેક પરથી ઓરીસ્સાના રાકેશ નામના શખ્સ પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપી હતી. રૃા. ૧૨ હજાર લેખે ૧ કિલો ગાંજો ખરીદ કર્યો હતો. ૪ કિલોના કુલ રૃા. ૪૮ હજાર ચૂકવ્યા હતા. એલસીબી ઝોન-૧ના સ્ટાફે જણાવ્યું કે ઝડપાયેલા બંને આરોપીઓ ભાગીદારો છે. ભાગી ગયેલા બે આરોપીઓ ફૈઝાન અને અદનાનની શું ભૂમિકા હતી. તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.કબ્જે થયેલી સ્વીફટ કાર આરોપીઓએ રૃા. ૨૫૦૦ના ભાડે લીધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.