(જી.એન.એસ),તા.23
ઢાકા,
ભારતના પાડોશી દેશ શ્રીલંકાને નવા રાષ્ટ્રપતિ મળ્યા. અનુરા કુમારા દિસાનાયકે સોમવારે સવારે દેશના નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રવિવારે યોજાયેલી મતોની ગણતરીમાં, તેમણે તેમના નજીકના હરીફ સામગી જન બાલવેગયા પાર્ટી (SJB) ના સાજીથ પ્રેમદાસાને હરાવ્યા. માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરામુના પાર્ટી (JVP) ના ગઠબંધન મોરચા નેશનલ પીપલ્સ પાવર (NPP) દ્વારા દિસનાયકેને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. રવિવારે યોજાયેલી મત ગણતરીના પ્રથમ તબક્કામાં કોઈ ઉમેદવાર 50 ટકા મત મેળવવામાં સફળ રહ્યો ન હતો. જે બાદ ચૂંટણી બીજા પ્રેફરન્સ રાઉન્ડમાં ગઈ હતી. જેની મતગણતરી બાદ ડિસનાયકે દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. શ્રીલંકાના લોકોને આશા છે કે તે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે અને ભ્રષ્ટાચારને ખતમ કરશે. સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન, ડિસનાયકે પોતાને એક મધ્યમ અને પરિવર્તન લક્ષી નેતા તરીકે રજૂ કર્યા છે.
56 વર્ષીય અનુરા કુમાર દિસાનાયકેને મુખ્ય ન્યાયાધીશ જયનંત જયસૂર્યાએ શપથ લેવડાવ્યા હતા. દિસાનાયકે શ્રીલંકાની રાજધાની કોલંબોના સાંસદ છે અને ડાબેરી વિચારધારાથી પ્રભાવિત છે. તેઓ દેશની ડાબેરી પાર્ટી જનતા વિમુક્તિ પેરામુના પાર્ટીના પ્રમુખ પણ છે. તેઓ 2019માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી ચુક્યા છે અને 2015 થી 2018 સુધી મુખ્ય વિપક્ષી વ્હિપ પણ રહી ચુક્યા છે. દેશને દેવામાંથી બહાર કાઢવા અને ભ્રષ્ટાચાર ઘટાડવાના અભિયાન દરમિયાન ડિસનાયકેએ પોતાની નીતિઓ લોકો સમક્ષ મૂકી છે. ટણી જીત્યા પછી, ડિસનાયકેએ X પર લખ્યું. “આપણે સદીઓથી જોયેલું સપનું આખરે સાકાર થઈ રહ્યું છે. આ જીત કોઈ એક વ્યક્તિના કામનું પરિણામ નથી, પરંતુ તમારા લાખો લોકોના સામૂહિક પ્રયાસનું પરિણામ છે. તમારી પ્રતિબદ્ધતા અમને અત્યાર સુધી લઈ ગઈ છે અને તે માટે હું ખૂબ આભારી છું. સોમવારે જ શ્રીલંકાના વડાપ્રધાન દિનેશ ગુણવર્દનેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દેશમાં સત્તા પરિવર્તન બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. ડીસાનાયકેના શપથ ગ્રહણ સમારોહ પહેલા, પીએમે રાજીનામું આપતા કહ્યું કે તેઓ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે કારણ કે નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવી છે અને તેઓ ટૂંક સમયમાં નવી કેબિનેટની નિમણૂક કરશે. 75 વર્ષીય ગુણવર્દેના જુલાઈ 2022 થી વડા પ્રધાન હતા અને તેમનો કાર્યકાળ ફક્ત બે વર્ષથી થોડા મહિના સુધીનો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.