Home ગુજરાત એમપીમાંથી પકડાયેલા ડ્રગ્સની ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી...

એમપીમાંથી પકડાયેલા ડ્રગ્સની ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા

12
0

વડોદરાના રાવપુરામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ કંપનીના વેરહાઉસમાં દરોડો પાડીને ટ્રામાડોલની 15,300 ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની 850 બોટલો જપ્ત કરી કાર્યવાહી હાથ

(જી.એન.એસ)તા.૨૨

વડોદરા,

એમપીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારમા આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડને ત્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ. એમપીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારમા આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડને ત્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ. કંપનીના વેરહાઉસમાં દરોડો પાડીને ટ્રામાડોલની 15300 ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની 850 બોટલો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. એનસીબીના ઇન્સ્પેક્ટર પ્રવીણ ધુળેએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેક્ટર સંજય પટેલ સાથે એનસીબીની ટીમે ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડમાં તપાસશરૂ કરી હતી. કંપનીના વેરહાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. તેમાં ટ્રામાડોલની 15300 ગોળીઓ અને કોડીન ફોસ્ફેટ સીરપની 850 બોટલો મળી આવી હતી, જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવશે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત જથ્થો મધ્યપ્રદેશમાંથી મળી આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘દેવરા’માં સૈફ અલી ખાનનો જાદુ વધુ દમદાર લાગે છે, ટ્રેલરમાં જોવા મળી એક ઝલક
Next articleઇસ્લામિક રેઝિસ્ટન્સે ડઝનેક રોકેટ વડે ઇઝરાયલની સૈન્ય અને એરપોર્ટને નિશાન બનાવ્યું હતું, જ્યારે ઇઝરાયલે લેબનોનમાં પણ 400 થી વધુ હુમલા કર્યા હતા