અમદાવાદના વટવામાં 10 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા 1664 જેટલા આવાસ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા

    7
    0

    (જી.એન.એસ)તા.૨૧

    અમદાવાદ,

    અમદાવાદના વટવામાં 10 વર્ષ પહેલાં 2014માં બનાવવામાં આવેલા 1664 જેટલા આવાસ 14 મહિનાના સમયમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં આવાસ તોડવાની કામગીરી લાંબા સમયથી ચાલતી હોવા છતાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર કહે છે કે, ‘અમને તો ખબર જ નથી.’ 15મી જુલાઈ-2023થી વટવાના આવાસો પૈકી નહીં ફાળવવામાં આવેલા આવાસો તોડી પાડવાની કામગીરી શરુ કરાઈ હતી. મેયર સહિતના પદાધિકારીઓને તંત્ર જાણ ના કરે એ બાબત ગળે ઉતરે એવી જ નથી. કેગ દ્વારા વર્ષ-2017માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પછી પણ મ્યુનિ. તંત્રે વટવા ખાતે નહીં ફાળવવામાં આવેલા આવાસોની ફાળવણી ક્યા કારણથી ના કરી એનો પણ કોઈ પાસે જવાબ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વટવા ખાતે બનાવવામાં આવેલા આર્થિક નબળા વર્ગના આવાસ તોડી પાડવાના મુદ્દે સર્જાયેલા વિવાદમાં વિપક્ષ દ્વારા શુક્રવારે મ્યુનિસિપલ કૉર્પોરેશનની મુખ્ય ઑફિસ ખાતે તંત્ર અને સત્તાધીશો સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવાની સાથે મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વટવા ખાતે 2200 પૈકી એક હજાર આવાસ તોડી પડાયા, આ આવાસ કયા કારણથી ગરીબ વર્ગના લાભાર્થીઓને ફાળવવામાં ના આવ્યા સહિતના મુદ્દા જવાબદારો સામે નિષ્પક્ષ અને ઝડપથી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. વટવા આવાસ તોડી પાડવાના મુદ્દે પહેલી વખત ભાજપના પદાધિકારીઓ વહીવટી તંત્ર સામે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમે કાર્યવાહી કરી છે તો તમે જ જવાબ આપજો મીડિયાને.

    This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

    Existing Users Log In
       
    New User Registration
    *Required field
    Previous articleપ્રશંસકોએ વિરાટ કોહલીની સામે નારા લગાવ્યા, ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે સ્ટાર બેટ્સમેને આ કર્યું.
    Next articleસુરતના ઉધનામાં ડમ્પર ચાલકે મહીલાને કચડી નાખતા મહીલાનું મુત્યુ