(જી.એન.એસ)તા.૨૧
ગોંડલ,
ગોંડલમાં પતિ સાસુ-સસરા, જેઠ જેઠાણી, નણંદ અને કાકાજી સસરાએ પરિણીતાને છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં કંટાળી ગયેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ગોંડલ પોલીસે સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના બુરહાનપુર પંથકમાં રહેતાં ક્રિષ્નાભાઈ મહીપતભાઇ સીરતુરે (ઉ.વ.૫૯ એ તેમની નાની પુત્રી કુસુમ ઉર્ફે કાજલને તેના પતિ નીરવ હિતેષ પડીયા, જેઠ અમિત, જેઠાણી શીતલબેન, નણંદ ભવિષાબેન, સસરા હિતેષ પડીયા, સાસુ નિલાબેન (રહે. તમામ નાગર શેરી, ગોંડલ) અને કાકાજી સસરા સુરેશ પડીયા (રહે. મહુવા)એ ત્રાસ આપી મરવા મજબુર કર્યા ફરિયાદ નોંધાવી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમની દિકરી કુસુમબેનને તેના પતિ, જેઠ, જેઠાણી, નણંદ, સસરા અને તેના સાસુ તેમજ કાકાજી સસરા હેરાન કરતા હોવાનો તેમની દિકરીનો ફોન આવતો હતો. દિકરીને સાસરિયાઓ ખાવાનુ ન આપતા હોય તેમજ તેનો પતિ અવાર નવાર મારમારતો, જેઠ અમીત તેણીનો સામાન ઘરમાંથી બહાર ફેંકી દીધેલ તેમજ જેઠાણી, સાસુ અને નણંદ જે પણ રીસામણે રહેતા હોય તે બધા મેણાટોણા મારી ત્રાસ આપતા હતાં. સાસુ તેની સાથે સબંધ તોડી નાખવાનુ કહેતી અને તેના પતિને ચઢામણી કરતી હોય જેથી તેનો પતિ અવાર નવાર મારમારતો હતો.દરમિયાન છેલ્લાં એકાદ વર્ષથી તેમની પુત્રી અને જમાઈ અલગ ભાડાના મકાનમાં રહેવા જતા રહેલ હતાં.તેમની પુત્રીને પતિ રાશન લઈ આપતો નહિ અને તે તેના માતા પિતાના ઘરે જમીને ઘરે જતો હતો. દરમિયાન તેમની પુત્રીને ઘરેથી કાઢી મુકેલ તે અંગે 181મા ફોન કરેલ હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.