Home ગુજરાત અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં કર્મી પર ચપ્પુ વડે હુમલો કરી...

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં કર્મી પર ચપ્પુ વડે હુમલો કરી અપશબ્દ બોલનારની ધરપકડ

13
0

(જી.એન.એસ) તા. 18

ભરૂચ,

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ભરૂચી નાકા નજીક ગણપતિ વિસર્જન યાત્રાઓ નીકળતી વેળા પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે દરમિયાન એક વ્યક્તિ બેફામ અપશબ્દો બોલી ઉશ્કેરાઈને પોતાના પેન્ટમાં રહેલું ચપ્પુ વડે પોલીસ કર્મીને પેટના ભાગે મારવા જતા હાથમાં ઘૂસી જતા, તથા ઉપરા છાપરી ઘા મારવાની કોશિશ કરતા હત્યાનો પ્રયાસ કરનારને સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યો હતો અને પોલીસે પણ તેને કંટ્રોલમાં લેવા બળજબરી નો ઉપયોગ કર્યો હતો. અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં ફરિયાદી ઇજાગ્રસ્ત હેડ પોલીસ કોન્સ્ટેબલ લલિત પુરોહિતે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે, ગતરોજ ફરિયાદી ભરૂચી નાકા પર ટ્રાફિક નિયમોના પાલન માટે ફરજ ઉપર હતા. અને તે દરમિયાન શ્રીજીની વિસર્જન યાત્રાઓ પણ નીકળતા લોકો શ્રીજીની શોભાયાત્રાઓ જોવા એકત્ર થયા હતા. તે દરમિયાન એક ઈસમ જોર જોરથી ખુલ્લી ગાળો બોલી રહ્યો હોય, તેને ટોકતા તેણે અચાનક ઉશ્કેરાઈ જાય હુમલાખોર મહેન્દ્ર વસાવા તેના પેન્ટમાં રહેલું ચાકુ કાઢી ફરિયાદી પોલીસ કર્મી લલિત પુરોહિત ને મારવા જતા, ફરિયાદી પ્લાસ્ટિકનો સપાટો બચાવ પક્ષે લેવા જતાં જ મહેન્દ્ર વસાભાઈ પેટમાં ચપ્પુ નો ઘા મારવા જતા જ હાથમાં પાણીની નીચે ચપ્પુ નો ઘા મારી દીધો હતો અને પોલીસ કર્મીના હાથમાં લોહી લુહાણ અવસ્થામાં મોટો ઘા વાગ્યો હોય અને તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ફરજ ઉપર હોય તેઓએ ચપ્પુનો ઘા જીકનાર મહેન્દ્ર શંકર વસાવાને દબોચી લીધો હતો. અને પોલીસ ઉપર હુમલો કરનારને પોલીસે પણ મેથીપાક ચખાડ્યો હોય જેના વિડીયો પણ સ્થાનિકોએ મોબાઇલમાં કેદ કરી વાયરલ કર્યા હોય જેના પગલે પોલીસે આખરે હુમલાખોર મહેન્દ્ર વસાવા સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ મામલે મહેન્દ્ર વસાવા અગાઉ પણ 2016માં પોલીસ કર્મી પ્રવીણ પટેલ નામના પોલીસ જવાન પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. અને તેમાં પણ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો હતો. અને હાલમાં જ તેનો નામદાર કોર્ટ દ્વારા પણ બિન જામીન વોરંટ કાઢવામાં આવ્યો છે. અને ફરિયાદીના પોલીસ વિભાગ તરફથી તેને બજવણી પણ કરવા માટે આવ્યો હોવાનું પણ ફરિયાદી જાણતા હોય જેથી હુમલાખોરને ફરિયાદી સારી રીતે ઓળખતા હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. તેમજ ફરજ ઉપર રહેલા પોલીસ કર્મીઓ ઉપર ચપ્પુથી હુમલો કરનાર સામે ફરજમાં રૂકાવટ તથા પોલીસ કર્મીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવાના પ્રયાસ સહિતની બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી આરોપી મહેન્દ્ર શંકર વસાવાની કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગીર સોમનાથના તાલાળા ગામની 6 વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જોવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી
Next articleએક દેશ એક ચૂંટણી પ્રસ્તાવ મંજૂર, મોદી સરકારનો મોટો નિર્ણય