Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કેન્દ્રીય મંત્રી...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીએ ઉપરાષ્ટ્રપતિશ્રીને ભાવસભર વિદાય આપી

22
0

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અપાઈ ભાવસભર વિદાય 

(જી.એન.એસ) તા. 18

અમદાવાદ,

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ ભારત સરકાર દ્વારા આયોજિત RE-ઇન્વેસ્ટ સમિટ-2024ના સમાપન સમારંભમાં સહભાગી થવા ગુજરાત પધાર્યા હતા. પોતાનો એક-દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે બપોરે દિલ્હી પરત જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીએ ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, અમદાવાદ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., ડેપ્યૂટી ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ ઉપરાષ્ટ્રપતિશ્રીને ભાવસભર વિદાય આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડો. મનસુખ માંડવિયાએ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે એગ્રીગેટર્સ સાથે બેઠક યોજી
Next articleઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડેએ ફોર્થ ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો-2024ની મુલાકાત લીધી