Home ગુજરાત રાજકોટમાં નશાની હાલતમાં સ્કૂલ વાન ડ્રાઇવર ઝડપાતા હોબાળો

રાજકોટમાં નશાની હાલતમાં સ્કૂલ વાન ડ્રાઇવર ઝડપાતા હોબાળો

14
0

(જી.એન.એસ)તા.16

રાજકોટ,

સ્કૂલવાહનોમાં આવતા જતા બાળકો સુરક્ષિત ન હોય તેવું તેમના માતા પિતાને લાગી રહ્યું છે કારણકે આજકાલ સ્કૂલવાહન ચાલકો નશામાં ડ્રાઇવિંગ કરીને બાળકોના જીવ જોખમમાં મૂકતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે રાજકોટમાં એક સ્કૂલ વાન ચાલક એવી હાલતમાં ઝડપાયો કે જે વિદ્યાર્થીઓને સ્કૂલના બદલે યમદ્વાર સુધી પહોંચાડત. જણાવી દઈએ કે, આ સ્કૂલ વાન ડ્રાઇવરને હવે પોલીસ કસ્ટડીની હવા ખાવાનો વારો આવ્યો છે. માતા-પિતા પોતાના સંતાનને સારા અભ્યાસ માટે ઘરથી દૂર સારી સ્કૂલોમાં મોકલતા હોય છે. આ માટે તેઓ પોતાના બાળકને સ્કૂલવાન કે બસમાં મોકલતા હોય છે. પણ હવે બાળકોને સ્કૂલ વાનમાં મોકલવું સેફ લાગતું નથી. રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા રીબડા ગામમાં એસ.જી.વી.પી.ની સ્કૂલનો બસ ડ્રાઇવર નશાની હાલતમાં જોવા મળ્યો. હિતેશ નામનો સ્કૂલ ડ્રાઇવર આજે વહેલી સવારે વિદ્યાર્થીઓને લઈને રીબડા ખાતે જવા માટે નીકળ્યો હતો. આ શખ્સે એટલી હદે નશો કર્યો હતો કે તે બસ પણ હંકારી નહોતો શકતો. આ ડ્રાઇવરની હાલત જોઈને વિદ્યાર્થીઓએ પોતાના વાલીને આ સમગ્ર બાબતની જાણ કરી હતી. વાલીઓએ કોઠારીયા વિસ્તારમાં આ સ્કૂલ બસને ઉભી રાખી અને સમગ્ર બાબતની તપાસ કરતા આ હિતેશ નામનો ડ્રાઇવર નશાની હાલતમાં જણાયો હતો. વાલીઓએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે આ શખ્સે નાના-નાના વિદ્યાર્થીઓને પણ નશો કરવાની ઓફર કરી હતી. જેને લઈને સમગ્ર મામલો સ્કૂલ સંચાલક સુધી પહોંચ્યો હતો અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ
Next articleવડોદરામાં પૂર અને ભારે વરસાદ બાદ ડેન્ગ્યુના 15 દિવસમાં 79 કેસ વધ્યા