(જી.એન.એસ)તા.13
સુરેન્દ્રનગર,
લખતર તાલુકાના જુદાજુદા ગામોમાં પીજીવીસેલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે ચેકીંગ દરમિયાન તાલુકાનાં તલસાણા ગામે વીજ કર્મીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. લખતર તાલુકાના જુદાજુદા ગામોમાં પીજીવીસેલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે ચેકીંગ દરમિયાન તાલુકાનાં તલસાણા ગામે વીજ કર્મીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. પીજીવીસીએલના જુનીયર એન્જીનીયર દર્શનકુમાર ચૌધરી તથા સ્ટાફના પાર્થભાઇ પરમાર,ડ્રાઈવર દીપકભાઈ મેણિયા તલસાણા ગામે ચીકાભાઇ જેમાભાઇ ઓળકીયા તથા ઠાકરશીભાઈ જેમાભાઇના ઘરે વીજ ચેકિંગ કરી રહ્યા હતા. તલસાણા ગામના મેહુલભાઇ ઠાકરશીભાઈ તથા ઠાકરશીભાઈ જેમાભાઇ ત્યાં આવ્યા હતા અને ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા. વીજ કર્મીઓના મોબાઈલમાં વીજ ચોરીના ફોટો હતા તે ધમકી આપી ડિલીટ કરાવ્યા હતા.અને માર મારવાની ધમકી આપી ચાલુ ફરજમા રૂકાવટ કરી હતી. વીજ કર્મીઓએ ઘટનાની જાણ તેઓના ઉપરી અધિકારીને કરતા અધિકારીની સૂચના મુજબ વીજ કર્મીઓ એ તલસાણા ગામના ઠાકરશીભાઈ જેમાભાઇ તથા મેહુલભાઇ ઠાકરશીભાઈ વિરુદ્ધ લખતર પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.