Home ગુજરાત પાલનપુર થ્રી લેગ એલીવેટેડ બ્રિજ સાથે જ અકસ્માત, પ્રથમ દિવસે થયા 2...

પાલનપુર થ્રી લેગ એલીવેટેડ બ્રિજ સાથે જ અકસ્માત, પ્રથમ દિવસે થયા 2 એક્સિડન્ટ

18
0

(જી.એન.એસ)તા.13

પાલનપુર,

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું ઉદઘાટન કરાયું છે, ત્યારે બ્રિજ શરૂ થયાના પ્રથમ દિવસે જ બ્રિજ પર બે અકસ્માતની ઘટના સામે આવી છે. એક અકસ્માતમાં રિક્ષા પિકઅપ ડાલા પાછળ ઘૂસતાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બીજા અકસ્માતમાં અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી. રાજ્યમાં લોકોની સુવિધા માટે ગઇકાલે જ પાલનપુર ખાતે થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. પરંતુ બ્રિજના લોકાર્પણની સાથે જ અકસ્માતનું પણ ઉદઘાટન થઇ ગયું છે. બ્રિજના ઉદઘાટનની સાથે જ પ્રથમ દિવસે 2 અકસ્માત થયા હતા. જેમાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બ્રિજ પર થયેલા બે અકસ્માત પૈકી  એક અકસ્માતમાં રિક્ષા પિકઅપ ડાલા પાછળ ઘૂસતાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બીજા અકસ્માતમાં અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી ગયાની ઘટના સામે આવી છે. રાજસ્થાન તરફથી એક પિકઅપ ડાલુ બ્રિજ પર ચડતાં જ પાછળથી રિક્ષા પિકઅપ પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. બીજા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, બ્રિજ શરૂ થયાની મોડીસાંજે એક અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં પણ કોઇ જાનહાનિ થઇ નથી, પરંતું કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગરના હાપામાં ફુડપોઇઝનીંગ થતાં 100 જેટલા બાળકો સારવાર હેઠળ
Next articleકોલકાતા બળાત્કાર કેસ મામલે : ન્યાય માટે જુનિયર ડોકટરોએ રાષ્ટ્રપતિ પાસે મદદ માંગી