Home ગુજરાત પાટણમાં ગણપતિ વિસર્જનમાં એકજ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં

પાટણમાં ગણપતિ વિસર્જનમાં એકજ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં

23
0

(જી.એન.એસ)તા.13

પાટણ,

પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન સાંજના સમયે પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી, જેમાં માતા, બે પુત્રો અને મામાનો સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં 50થી વધુ લોકોની સામે ચાર લોકો ડૂબી રહ્યા હોવાનું જોવા મળે છે. કેટલાક લોકોએ ચારેયને બચાવવાની કોશિશ કરી પણ શક્યા નહીં. બુધવારે સાંજે ગણેશ વિસર્જન દરમિયાન પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો પાટણની સરસ્વતી નદીમાં ડૂબી ગયા હતા. જેમાં માતા, બે પુત્રો અને મામાનો સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક ઘટનામાં 50થી વધુ લોકોની સામે ચાર લોકો ડૂબી રહ્યા હોવાનું જોવા મળે છે. કેટલાક લોકોએ ચારેયને બચાવવાની કોશિશ કરી પણ શક્યા નહીં. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિનો પરિવાર બુધવારે સાંજે 5 દિવસના ગણેશજીને લઈને સરસ્વતી નદીમાં વિસર્જન માટે ગયો હતો. જ્યારે એક બાળક ડૂબતું હતું જેને બચાવી લેવાયું, એક પછી એક 7 લોકો ડૂબવા લાગ્યા, ત્રણને બચાવી લેવાયા. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના લોકો ઉપરાંત શહેરના અન્ય લોકો પણ ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીના કિનારે ગયા હતા. પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો ડૂબતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં 50 થી વધુ લોકો વિસર્જન માટે કિનારે અને નદીમાં ઉભા છે જ્યારે ચાર લોકો પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ચારેયને બચાવવાનો પ્રયાસ કરતા પણ જોવા મળે છે, પરંતુ પાણીની ઉંડાઈને કારણે તેઓ આગળ જઈ શક્યા ન હતા અને લોકોની સામે જ ચારે જીવ ડૂબી ગયા હતા. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારમાં નીતિશભાઈ પ્રજાપતિ, તેમના પત્ની શીતલબેન, પુત્ર જિમિત અને બીજો પુત્ર દક્ષ રહેતો હતો. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાંગ્લાદેશમાં વીજળી સંકટ, ગ્રામીણ વિસ્તારોમાં 19-19 કલાક વીજ કાપ, શહેરોમાં પણ 5-5 કલાક વીજ કાપ
Next articleસુરેન્દ્રનગરના લખપતમાં ચોરોનો આતંક, છ દિવસમાં પાંચ જગ્યાઓએ ચોરી